15 મિનિટ પેહલા
- કૉપી લિંક
વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પણ વેકેશન મૂડમાં હોવાની સાથે ગત સપ્તાહોમાં મોટાપાયે કરેકશન બાદ કેલેન્ડર વર્ષના અંતિમ સપ્તાહમાં દરેક ઉછાળે ઈન્ડેક્સ બેઝડ સાવચેતી જોવા મળી રહી છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની ભારતીય શેરબજારમાં વેચવાલી સામે લોકલ ફંડો – સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી છતાં ગત સપ્તાહે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 0.25% સાથે આગામી વર્ષ 2025માં માત્ર બે વખત વ્યાજ દર ઘટાડો કરવાના સંકેત અને ફુગાવા સાથે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ મામલે અનિશ્ચિતતા અને વૈશ્વિક મોરચે જીઓપોલિટીકલ ટેન્શનને લઈ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આજે બે તરફી મૂવમેન્ટ જોવા મળી હતી.
ઉપરાંત વૈશ્વિક બજારમાં યુએસના બોન્ડની યીલ્ડ વધતાં તેની અસર એશિયાની વિવિધ કરન્સી બજારો પર દેખાઈ હતી. રૂપિયા સામે ડોલરના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં ડોલરનો આઉટફલો વધતાં તથા દેશની વેપાર ખાધ વધવા ઉપરાંત ફોરેક્સ રિઝર્વમાં ઘટાડાના પગલે રૂપિયામાં સતત ધોવાણ જોવા મળ્યું હતું. સાથે સાથે રશિયાથી થતી ક્રૂડની આયાત ઘટતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.11% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.24% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર એફએમસીજી, કોમોડિટીઝ, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, ઇન્ડસ્ટ્રીયલ, બેન્કેક્સ અને ફોકસ્ડ આઈટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4074 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2329 અને વધનારની સંખ્યા 1639 રહી હતી, 106 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 5 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અદાણી પોર્ટ 5.19%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.57%, મારુતિ સુઝુકી 1.49%, સન ફાર્મા 1.31%, ભારતી એરટેલ 0.97%, ટાટા મોટર્સ 0.60%, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.30%, કોટક મહિન્દ્રા બેન્ક 0.26% અને એચસીએલ ટેકનોલોજી 0.24% વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની લિ. 1.05%, એશિયન પેઈન્ટ 1.00%, નેસલે ઈન્ડિયા 0.75%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.56%, ઝોમેટો લિ.0.56%, ટેક મહિન્દ્ર 0.44%, લાર્સન એન્ડ ટૂબ્રો 0.39%, બજાજ ફિનસર્વ 0.34% ઘટ્યા હતા.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23748 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23979 પોઇન્ટના પ્રથમ અને 24008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23676 પોઇન્ટથી 23606 પોઇન્ટ, 23570 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.24008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51574 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51303 પોઇન્ટના પ્રથમ અને 51180 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51808 પોઇન્ટથી 51939 પોઇન્ટ,52008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.51180 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ ટાટા કોમ્યુનિકેશન ( 1737 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1707 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1686 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1753 થી રૂ.1760 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1777 ઉપર તેજી તરફી ધ્યાન…!! ભારતી ઐરટેલ ( 1601 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1580 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1563 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1623 થી રૂ.1630 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
લ્યુપીન લીમીટેડ ( 2185 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્માસ્યુટિકલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2208 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2167 થી રૂ.2133 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2230 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એચસીએલ ટેકનોલોજી ( 1892 ):- રૂ.1919 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1924 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1877 થી રૂ.1860 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1930 ઉપર તેજી તરફી ધ્યાને લેશો.
બજારની ભાવિ દિશા… મિત્રો, વર્ષ 2024 જીઓપોલિટીકલ ટેન્શન સહિતના પડકારોનું રહ્યા બાદ વર્ષ 2025માં પણ પરિસ્થિતિ અનિશ્ચિત જોવાઈ રહી છે. અમેરિકામાં સત્તાનું સુકાન હવે ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આવવાની તૈયારી અને ટ્રમ્પ મજબૂત ડોલરની તરફેણમાં હોઈ એના ભાગરૂપ અત્યારે જાણે ભારતીય શેરબજારમાંથી વિદેશી ફંડો રોકાણ સતત પાછું ખેંચવા લાગ્યાના સંકેતે શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટ્રમ્પની નીતિ અને એના પર વિદેશી ફંડોનું ભારત સહિતના બજારોમાં ફંડ એલોકેશન વર્ષ 2025માં કેટલું રહેશે એ નિર્ભર હોઈ અત્યારે વર્ષાંતે દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. ટ્રમ્પ સરકારની નીતિ ચાઈના વિરૂધ્ધ અને ભારતની તરફેણમાં રહેવાની શકયતા જોવાઈ રહી છે, પરંતુ પાછલા દિવસોમાં ટ્રમ્પના નવા નીતિ ઘડવૈયાઓ દ્વારા ભારતને પણ નિકાસો પર વધુ આકરી ડયુટી ચૂકવવા તૈયાર રહેવાની ચીમકી સહિતના નેગેટીવ નિવેદનોએ શેરોમાં રોકાણકારોફંડો નવા કમિટમેન્ટ, ખરીદીથી દૂર થવા લાગ્યા છે ત્યારે વૈશ્વિક મોરચે વિદેશી ફંડોની ઓછી સક્રિયતાના પગલે બજારની ચાલ સ્ટોક સ્પેસિફિક જોવા શકે છે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.