ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટર અંતર્ગત ખોડલમાનો રથ તૈયાર કરાયો છે. આ રથ શુક્રવારે જામનગરમાં પ્રવેશ કરશે. વોર્ડ નં.15 માં રથનું ભવ્ય સ્વાગત અને આરતી કરવામાં આવશે. ત્યારબાદ વોર્ડમાં રથ પરિભ્રમણ કરશે. રથના આગમનના પગલે મા
.
વોર્ડ નં.15માં માતાજીની શોભાયાત્રા અને ભવ્ય આરતીનું આયોજન-તૈયારીઓ ચાલી રહી છે. બે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ રથ ખોડલ માતાજીનો અને બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ બન્ને રથ તા.27 ના વોર્ડ નં.15 માં પરિભ્રમણ કરશે. સવારે 8.30 કલાકે સોમનાથ મંદિરથી પ્રસ્થાન કરશે અને ગ્રીન સિટી, રાધેપાન, રઘુવીર પાર્ક, અટલ ભવન આવાસ, ગરબીચોક, નિલકંઠ સોસાયટી, મયુર ટાઉનશીપ, આશીર્વાદ એવન્યુ, શ્રીજીપાર્ક, શ્રીનાથજી પાર્ક, સેટેલાઈટ પાર્ક, સહજાનંદ સોસાયટીમાં ફરશે. સાંજે 7 વાગ્યે શોભાયાત્રા પૂર્ણ થશે.