એક જ માસમાં વહાણ ડૂબવાની બીજી ઘટનાથી સલાયાના વહાણવટી
ઉદ્યોગમાં હતાશા
તાજદર એ હરમ વહાણના નવ ખલાસીઓને બચાવવા ડોનિયર એરક્રાફટ અને કોસ્ટગાર્ડના શૂર રેસ્ક્યુ જહાજે દીલધડક કામગીરી કરી
પોરબંદર,સલાયા : કચ્છના મુંદ્રા બંદરેથી ખાદ્ય પદાર્થ અને ગ્રોસરી ભરીને
યમનના સાકોત્રા બંદરે જવા નીકળેલા સલાયાના
તાજદર એ હરમ નામના વહાણને પાકિસ્તાનના
દરિયામાં ખરાબ વાતાવરણ અને ભારે ઝંઝાવાતમાં ફસાઈ જતાં અને એન્જિન ફેઈલ થઈ જવાના
કારણે દરિયામાં ડૂબવા લાગતા એ જ વેળા સેટેલાઈટફોનથી કોસ્ટગાર્ડની મદદ માગવાના
કારણે ડોનિયર એરક્રાફટ અને કોસ્ટગાર્ડના શૂર રેસ્ક્યૂ જહાજે ત્યાં પહોંચી જઈ નવે નવ ખલાસીઓને બચાાવી લીધા છે. જે
આજે બધા પોરબંદર આવી પહોંચશે. ઉલ્લેખનીય
છે કે આ અગાઉ સલાયાના એક વહાણે આજ મહિનામાં કરાંચી નજીક જળ સમાધિ લીધીની ઘટના
તાજી જ છે ત્યાં નવી ઘટના બનતા હતાશા છવાઈ
છે.
સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું વહાણ જેનું નામ તાજદરએ
હરમ જે તારીખ ૨૪નાં રોજ મુન્દ્રા પોર્ટ ઉપરથી
જનરલ કાર્ગો ભરી સાંજે ૫ વાગ્યે યમનનાં સોકોત્રા પોર્ટે જવા નીકળ્યું હતું. જેમાં ટંડેલ
સહિત ૯ ખલાસીઓ સવાર હતા. આ વહાણ મધદરિયે ખરાબ હવામાનના હિસાબે આગળ વધી શકતું નહતું.
આ વહાણ અરબ સમુદ્ર પાર કરી ઓમાનનાં કિનારે પણ જઈ શકાય એમ ન હોઈ અને વહાણ તથા ખલાસીઓની
જીદગી બચાવવા આં વહાણને ભારત તરફ પાછું લાવવા ટંડેલ દ્વારા પ્રયત્ન કરેલ હતા.પરંતું વહાણનું એન્જિન ફેલ થઈ જતાં. મધદરિયે ફસાઈ ગયેલ
છે. ખૂબ મોટા પ્રમાણમાં મોજા અને ખરાબ હવામાનના લીધે આ વહાણમાં મોટા પ્રમાણમાં પાણી
ભરાવવા લાગ્યું છે. જેથી સેટેલાઇટ ફોન વડે વહાણનાં ટંડેલે ઇન્ડીયન સૈલિંગ વેસલ્સ એશોશિયેશનનાં
સેક્રેટરી આદમ ભાયાને જાણ કરતા,
આદમ ભાયાએ તુરંત સબંધિત ખાતા તથા મેરિટાઇમ રેસ્ક્ક્યું કોર્ડીનેશન સેન્ટર મુંબઈને
ઈમેલ દ્વારા જાણ કરી હતી.જેના કારણે ડોર્નિયર એરક્રાફ્ટ મારફત દેખરેખ રાખવામાં આવી
હતી. અને એની સાથોસાથ ફોરવર્ડ એરિયા પેટ્રોલિંગમાં
રોકાતા આઈ સીજી શિપ શૂરને ત્યાં રવાના કરવામાં આવ્યું હતુ. એ પછી પોરબંદરથી લગભગ ૩૧૧ કિલોમીટર દૂર પશ્ચિમમાં પાકિસ્તાનની
સરહદમાંથી આ શીપે બધાને શોધી લીધા હતા. આ અસરગ્રસ્ત બોટમાં નવ ખલાસીઓ છે. જેને બચાવી
લેવામાં આવ્યા છે. આ વહાણમાં સલાયાના ૭ ખલાસીઓ જેમાં આફતાબ અબ્દુલ સકુર કેર (ટંડેલ)
, બાઉદિંન ઇસા મોદી, ફૈઝલ એલિયાસ કેર, હૈદરઅલી અબ્દુલ રહીમ
કેર,ઇમરાન હારૃન
સેતા,સલેમામદ ઉમર
કેર,યાસીન મામદ
સેતા સવાર છે. તેમજ ઇમરાન હુસેન જગતિયા (આરંભડા) તેમજ જૂનસ કાસમ કકલ (બેડી જામનગર)
આમ્ ા કુલ ૯ મેમ્બરો આં વહાણમાં સવાર છે. હાલ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વહાણ આખું
ડૂબી ગયું છે અને ખલાસીઓને ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ દ્વારા બચાવી લેવાયા છે એવા રિપોર્ટ
મળી રહ્યા છે. આમ આં ટૂંકા ગાળામાં વહાણ ડૂબવાનો બીજો બનાવ બનતા વહાણવટી ભાઈઓમાં ચિંતા
પ્રસરી છે.