ભરૂચ અયપ્પા સેવા સમિતિ દ્વારા 46 માં વાર્ષિક પૂજા ઉત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિષ્ણુ અયપ્પા મંદિરે ધાર્મિક મહોત્સવ નિમિત્તે ગુરુવારના રોજ કસકથી ઐરાવત,પંચ વાદ્યો અને પેહરવેશ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું.
.
કસકથી નીકળી શોભાયાત્રા અયપ્પા મંદિરે પહોંચી હતી ભરૂચ શહેર,જિલ્લામાં વસતાં કેરાલિયન સમાજના લોકો દ્વારા અયૈપ્પાની 46 માં વાર્ષિક પૂજા મહોત્સવના ભાગરૂપે ગુરુવારે સાંજે પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને વાદ્યોના સંગીતના સૂરો સાથે અયૈપ્પા ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પારંપરિક વસ્ત્રો ધારણ કરી મોટી સંખ્યામાં સમાજના લોકો શોભાયાત્રામાં જોડાય છે.અયપ્પા ભગવાનની શોભાયાત્રા શહેરના કસક સર્કલથી નિકળી પરંપરાગત વાદ્ય વગાડી, હાથી, તૈયમ,તાલાપોલી(પુજાની થાળી),લાઇટીંગ સહિતની જમાવટ સાથે રાત્રે ઝાડેશ્વર રોડ પર આવેલા અયૈપ્પા મંદિર સુધી પહોંચી હતી.યાત્રામાં હજારોની સંખ્યામાં કેરાલીયન સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશ પહેરીને ભગવાનના અલગ-અલગ રૂપ ધારણ કરીને જોડાયા હતા. આ યાત્રા મંદિરે પોહચ્યા બાદ ભજન,મહાપ્રસાદી અને મહાઆરતી યોજાઈ હતી.જેમાં પેહલા સવારે મંદિરે ગણપતિ હોમ અને અભિષેકનું આયોજન કરાયું હતું.