Surat Murder and Suicide Case : સુરતના સરથાણથી વહેલી સવારે સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. જેમાં સરથાણ વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ વડે ઘા કર્યા હતા. ત્યારબાદ પોતાના ગળાના ભાગે ચાકુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. યુવકનું નામ સ્મિત જીયાણી હોવાનું સામે આવ્યું છે. આ પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
યુવકના ઘાતકી હુમલામાં પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે, જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર યુવકને ગંભીર ઇજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાલમાં સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર પારિવારિક મનદુ:ખના કારણે ઘરમાં માથાકૂટ અને કંકાસ ચાલતો હતો. જેને લઇને સ્મિતે તણાવમાં હતો અને જેના લીધે આ ઘટનાનો અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે.