ભટિંડા2 કલાક પેહલા
- કૉપી લિંક
પંજાબના ભટિંડા જિલ્લાના તલવંડી સાબોમાં શુક્રવારે એક ખાનગી કંપનીની બસ (PB 11 DB- 6631) કાબૂ બહાર ગઈ અને નાળામાં પડી ગઈ, જેમાં ડ્રાઇવર સહિત 8 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં 2 વર્ષની બાળકી અને તેની માતા પણ સામેલ છે. એક વિકલાંગ વ્યક્તિ, જે હરિયાણાનો રહેવાસી હતી તેનું પણ મૃત્યુ થયું છે. મૃતક ડ્રાઈવરની ઓળખ માનસાના રહેવાસી બલકાર સિંહ તરીકે થઈ છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત જીવનસિંહ વાલા ગામ પાસે થયો હતો. બસ સરદુલગઢથી ભટિંડા તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસન અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું.
ભટિંડાના ડીસી શૌકત અહેમદ પારેએ જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે ડ્રાઈવર બસને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો. એટલામાં સામેથી એક મોટી ટ્રોલી આવી. એનાથી બચવા માટે બસે વળાંક લીધો, જેના કારણે આ અકસ્માત થયો.
બસ અકસ્માતની તસવીરો…
નાળામાં પડેલી બસ અને એમાં ફસાયેલા મુસાફરોને સીડી વડે બહાર કાઢી રહેલાં ગ્રામજનો.
બસ ગટરમાં પડી હતી, જેમાં બચેલા થોડા લોકો ઉપર ચઢી ગયા હતા. ગ્રામજનો તેમને બચાવવા માટે ત્યાં પહોંચ્યાં હતાં.
બસને નાળામાંથી બહાર કાઢવા માટે ક્રેન બોલાવવામાં આવી હતી.
બસને ક્રેનની મદદથી નાળામાંથી બહાર કાઢવામાં આવી.
ગ્રામજનો સીડીઓ લઈને પહોંચ્યાં પોલીસના જણાવ્યા અનુસાર, ન્યૂ ગુરુ કાશી ટ્રાન્સપોર્ટની બસ મુસાફરોને લઈને ભટિંડા તરફ જઈ રહી હતી. બસ અચાનક કાબૂ બહાર જઈ જીવનસિંહ વાલા ગામ પાસે નાળામાં પલટી ગઈ હતી. આ પછી બસમાં મુસાફરી કરી રહેલા લોકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. માહિતી મળતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે આ અંગે પોલીસને પણ જાણ કરી હતી.
ભટિંડાના ડીસી શૌકત અહેમદ પારે અને SSP અમ્નીત કૌંડલ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નજીકનાં ગ્રામજનો સીડીનો ઉપયોગ કરીને સ્થળ પર પહોંચ્યાં હતાં. લોકોને સીડીઓ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પછી તેમને એમ્બ્યુલન્સ દ્વારા તલવંડી સાબો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અહીં તબીબોએ કેટલાક લોકોને સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કર્યા હતા. મૃતકોના મૃતદેહને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.
ઘાયલોને પહેલા તલવંડી સાબો હોસ્પિટલમાં લવાયા હતા. આ પછી ડોક્ટરોએ પ્રાથમિક સારવાર બાદ કેટલાક લોકોને ભટિંડા સિવિલ હોસ્પિટલમાં રેફર કર્યા.
ડીસીએ કહ્યું- બધાને બહાર કાઢવામાં આવ્યા છે ડીસી શૌકત અહેમદ પારેએ જણાવ્યું કે ઘટનાસ્થળે જ મૃત્યુ પામનારાઓમાં એક બાળક, 3 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં મૃત્યુ પામેલાઓમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. NDRF ઉપરાંત રોડ સેફ્ટી ફોર્સને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. NDRF દ્વારા સ્થળને ક્લિયર કરી દેવામાં આવ્યું છે. મને લાગે છે કે દરેકને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
SSP અમ્નીત કૌંડલે જણાવ્યું, ઘાયલોએ કહ્યું હતું કે બસ સ્પીડમાં હતી. વરસાદ પડી રહ્યો હતો. સામેથી એક ટ્રોલી આવી, જેના કારણે ડ્રાઈવર બસ પર કાબૂ ન રાખી શક્યો. ડ્રાઇવરનું મોત થયું હોવાનું પણ જાણવા મળ્યું છે. બેદરકારીના કારણે આ અકસ્માત થયો છે.
ધારાસભ્ય જગરૂપ સિંહ ગિલ ઘાયલોને મળવા હોસ્પિટલ પહોંચ્યા.
ધારાસભ્યએ કહ્યું- 5નાં ઘટનાસ્થળે જ મોત થયાં દુર્ઘટનાની માહિતી મળતાં જ AAP ધારાસભ્ય જગરૂપ સિંહ ગિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે કહ્યું- ‘આ ઘટના ખૂબ જ દુઃખદ છે. 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 3 લોકોનાં હોસ્પિટલમાં મોત થયાં હતાં. ઘાયલ થયેલા લોકોની સારી સારવાર માટે CMOને આદેશ આપવામાં આવ્યા છે. ઘાયલો અને મૃતકોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. આ માટે ડીસી સાથે ચર્ચા કરવામાં આવશે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમામ ઘાયલો જલદી સ્વસ્થ થઈ જાય.