દાહોદ જીલ્લામા આજે વહેલી સવારથી આકાશમા વાદળછાયુ વાતવરણ જોવા મળતા વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ, ઠંડા પવનનો ફુકાતા તાપમાનનો પારો 15 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું, ગુજરાતમા છેલ્લા 5 દિવસથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે દાહ
.
વાદળછાયા વાતાવરણથી દાહોદ શહેર સહિત જીલ્લામા ધુમ્મસનો માહોલ છવાયો હતો. ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદી માહોલ સર્જાયો છે. જેને પગલે વહેલી સવારથી શહેરમાં ધુમ્મસ છવાતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું. ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી હતી. આજે સાવરથી ઘીમે ઘીમે ઠંડી નું જોર વધી રહ્યું છે, આજે તાપમાનનો પારો વહેલી સવારે 15 ડિગ્રીએ પહોંચ્યો હતો જેના કારણે શહેરમાં ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો હતો, લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.