બી.આર.જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ છેલ્લા 30 થી વધુ વર્ષો થી બાળકો ને શિક્ષણ, રમત ગમત, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રે આગળ વધારવા સતત કાર્યરત રહ્યું છે. બાળકો માં રહેલી ખેલ પ્રતિભા ને મંચ આપવા ઊર્મિ સ્કૂલ ખાતે દરેક વર્ષે વાર્ષિક રમતોત્સવ નુ આયોજન કરવ
.
આજ રોજ ઊર્મિ સ્કૂલ ના પ્રિપ્રાઈમરી વિભાગના વાર્ષિક રમતોત્સવમાં 250 થી વધુ બાળકો એ ભાગ લીધો હતો. જેમાં ખાસ કરીને આ વર્ષે માનવ જીવન માટે ટકાઉ વિકાસશીલ ગોલ થીમ ઉપર નાના બાળકોએ સંદેશ આપ્યો હતો. માર્ચ પાસ્ટ થી શરુ થયેલ કાર્યક્રમ માં ફિશિંગ રેસ, મેજીકલ ઈ રેસ, ઝુમ્બા, બ્લોક્સ રેસ, રીલે રેસ તેમજ સેફ રેસ નું આયોજન કરવામાં આવેલ હતું. સાથે નાના બાળકો ના માતા પિતા દ્વારા પણ ઝુમ્બા સાથે વિવિધ રેસ નું આયોજન કરવામાં આવેલ હતું.
રમતોત્સવ માં વર્ષ દરમિયાન આયોજિત વિવિધ રેસ માં વિજેતા બાળકોને મેડલ પહેરાવી ને સમ્માનિત કરવામાં આવ્યા હતા. બી.આર.જી ગ્રુપ ના ચેરપર્સન લતાબેન ગુપ્તા, ઊર્મિ સ્કૂલ ના મેનેજીંગ ડિરેક્ટર રાધિકા નાયર ની ઉપસ્થિતિ માં નાના બાળકોને સમ્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.