Vadodara : વડોદરા કોર્પોરેશનના ઝૂ વિભાગ દ્વારા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયના પક્ષી-પ્રાણીઓને ઠંડીથી રક્ષણ આપવા પગલાં લેવાયા છે.
ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકર આ વર્ષે વધુ પડતી ઠંડી હોવાને ધ્યાનમાં રાખી ઠંડીથી બચવા માટે પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. પક્ષીઓના પિંજરાની ફરતે ગ્રીન એગ્રીનેટ લગાવવામાં આવી છે જેથી ઠંડીથી બચી શકે. ઉપરાંત પક્ષીઓ માટે ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવી છે. જેથી કરીને પક્ષીઓ રાત્રે ઝૂંપડીમાં બેસીને ઠંડીથી રક્ષણ મેળવી શકે ગરમાવો મેળવી શકે. હરણ અને અન્ય પ્રાણીઓ માટે નિયમિત સૂકા ઘાસ નાખવામાં આવે છે. તેમજ જરૂર પડ્યે તાપણાં કરવામાં આવી રહ્યા છે.