Vadodara Corporation : વડોદરા શહેરના કલાદર્શનથી શાસ્ત્રીબાગ વચ્ચેના પર વરસાદી ગટરની સફાઈની કામગીરીને ધ્યાનમાં રાખી ચાર મહિના પહેલા જ બનાવવામાં આવેલો નવો રોડ તોડી નાખવામાં આવતા કોન્ટ્રાક્ટર તરફથી મળતી ગેરંટી ફોક થઈ ગઈ છે જેથી વિવાદ સર્જાયો છે.
વડોદરા સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓની સ્માર્ટ કામગીરી આવી વિવાદમાં આવી છે. કલાદર્શન ચારરસ્તાથી શાસ્ત્રી બાગને જોડતા રોડ પર ખાડા ખોદવામાં આવ્યા આવ્યા છે. વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાને લઈ રોડ પર બનેલ કાંસ તોડવાનો વારો આવ્યો છે. કાંસ ઉપરનો સ્લેબ અને રોડ બંને તોડી કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે અને કચરો બહાર ઠાલવવામાં આવી રહ્યો છે. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આ રસ્તા પર ચોમાસું પતી ગયા બાદ હવે વરસાદી કાંસની સફાઈ કરવામાં આવી રહી છે અને તેમાં પણ રસ્તો તોડવામાં આવતા ચાર મહિના પહેલા જ પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા જે ગેરંટી આપવામાં આવી છે તે પણ હવે રદ થઈ જશે તેમ જાણવા મળે છે.