Vadodara : અગ્નિવીર લેખીત પરીક્ષા પાસ થયેલ ઉત્તર, મધ્ય અને અને દક્ષિણ ગુજરાતના 20 જિલ્લા તેમજ દમણ અને દાદરા નગર હવેલી કેન્દ્ર શાસીત પ્રદેશના કુલ 8354 ઉમેદવાર માટે ફીઝકલ, મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે વડોદરા એમ.એસ યુનિ. ખાતે તારીખ 15 ના રોજ પેવેલીયન ગ્રાઉન્ડ ખાતે અગ્નિવીર ભરતી રેલી યોજાશે. 2024માં અગ્નિવીર લેખિત પરીક્ષા લેવામા આવી હતી. જેમા વડોદરા જિલ્લાના અગ્નિવીર જનરલ ડયુટી પાસ થયેલ 156 ઉમેદવારોની તારીખ 8 જાન્યુની રાત્રે (એટલે કે તારીખ 9 તારીખની સવાર) ફીઝકલ ટેસ્ટ માટે વડોદરા ખાતે ભરતી રેલી યોજાશે. તારીખ 15 જાન્યુઆરીએ અગ્નિવીર ટેકનીકલ, ટ્રેડમેન અને ક્લાર્કની ભરતી રેલી ફીઝીકલ ટેસ્ટ, મેડીકલ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે. લેખિત માટે વડોદરાના ઉમેદવારોને તા.9 જાન્યુઆરીની વહેલી સવારે (તા 8 જાન્યુઆરીની મધ્ય રાત્રીના 12.00 થી) એડમીટ કાર્ડ તેમજ એફીડેવીટ રજુ કરવાથી પ્રવેશ આપવામાં આવશે. ઉમેદવારોનો પ્રથમ ફીઝકલ ફીટનેશ ટેસ્ટ લેવાશે. જેમા પાસ થનાર ઉમેદવારોના ફીઝકલ મેજરમેન્ટ ટેસ્ટ લેવાશે. જેમાં પાસ થયેલ ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે.
વડોદરા ભરતી રેલીમાં આવતા ઉમેદવારોને મુશ્કેલી ન પડે તે માટે એસ.ટી દ્વારા જીલ્લા અને તાલુકાના ડેપો મેનેજરને ભરતી રેલીમાં આવનાર ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને એકસ્ટ્રા બસો મુકવા સુચનાઓ આપેલ છે. રોજગાર કચેરીઓ દ્વારા મફત મુસાફરી એસ.ટી કુપનો પણ ઈસ્યુ કરવામા આવશે.