Vadodara Liquor Smuggling : થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં દારૂના વધતા જતા વેચાણ પર બ્રેક મારવા પોલીસ કમિશનરે કરેલા આદેશને ધ્યાનમાં રાખી પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે તો બીજી બાજુ ગઈ મોડી રાત્રે ગોત્રી વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં પંજાબ પાસીંગની ટ્રકમાં ફર્નિચરની આડમાં દારૂનો જથ્થો ઠલવાતો હોવાની બાતમીના આધારે ગોત્રી પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા અંદાજે 20 લાખ રૂપિયાનો દારૂ સાથેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપીઓ ફરાર થઈ ગયા છે.
વડોદરા શહેરમાં દરજીપુરા વિસ્તારમાં દારૂના જથ્થાનું કટીંગ થતું હોવાના મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બરોડા પાડવામાં આવ્યા અને તેઓ ઉપર હુમલો કરવા સમયે ફાયરિંગ કર્યાનો કિસ્સો પણ નોંધાયો છે ત્યારે બીજી બાજુ ગોત્રી વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાં પંજાબની પાસીંગની ટ્રક માંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે ગોત્રી પોલીસે દરોડો પાડતા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જ્યારે પોલીસની તપાસમાં ટ્રકમાં ફર્નિચરનો જથ્થો પણ મળી આવ્યો છે જેથી ફર્નિચરની ફેરાફેરીની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું છે. ગોત્રી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.