સુરતમાં ઓનલાઈન ગેમિંગના નુકસાનનું જીવંત ઉદાહરણ બની છે. શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાંની એક ઘટના જ્યાં ફ્રી ફાયર ગેમ રમતા યુવકે તેની માતાના મોબાઇલમાંથી 14 હજાર રૂપિયા ગેમિંગ ઝોનમાં ટ્રાન્સફર કર્યા અને માતાને આ રકમ ગુમાવાની જાણ ન થાય તે માટે ATM તોડવાનો
.
ગેમ રમતા-રમતા 14 હજાર ગુમાવ્યા 19 વર્ષના યુવકે ફ્રી ફાયર ગેમ રમતી વખતે 14 હજાર રૂપિયા ગુમાવ્યા હતા. આ રકમ તેણે પોતાની માતાના ગૂગલ પે એકાઉન્ટમાંથી ગેમમાં ટ્રાન્સફર કરી હતી. માતાને આ રકમ ગુમાવવાની જાણ ન થાય તે માટે તેણે એક અનોખો પ્લાન બનાવ્યો.
યૂટ્યુબ પરથી ATM તોડવાની ટેક્નિક શીખી 1 જાન્યુઆરીએ, આરોપી અને તેના સાથીએ ગોપીપુરા વિસ્તારમાં ICICI બેંકના ATM મશીનને તોડવાનો પ્રયત્ન કર્યો. તેઓએ YouTube વીડિયોઝ પરથી ATM મશીન તોડવાની રીત શીખી હતી પરંતુ, મશીનને નુકસાન પહોંચાડવામાં તેમને સફળતા મળી નહોતી અને પોલીસ આવી જતાં બંને ત્યાંથી નાસી ગયા.
પોલીસે ઝડપી તપાસ કરીને ધરપકડ કરી એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેંકના અધિકારીઓએ ફરિયાદ નોંધાવતાં પોલીસ તુરંત હરકતમાં આવી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 19 વર્ષના યુવક અને એક કિશોરની ધરપકડ કરી. પૂછપરછમાં તેમણે ચોરી માટેનો આ પ્લાન પોતે જ રચ્યાનો ખુલાસો કર્યો. ATM તોડવા માટે આરોપીઓએ ચોરાયેલી મોટરસાયકલનો ઉપયોગ કર્યો હતો. આ બાઈક ચોરીનો ગુનો પણ તેમની સામે દાખલ કરવામાં આવ્યો છે.