અમદાવાદ, સોમવાર
પૂર્વમાં અકસ્માતના બે બનાવમાં એક યુવક અને વૃદ્ધનું મોત થયું છે. જેમાં અમરાઇવાડીમાં હાટકેશ્વર ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહેલ યુવકને બાઇક ચાલકે ટક્કર મારતાં મોત થયું હતું તેમજ રામોલમાં ટોલનાકા પાસે બોલેરો પીક-અપ વાન નીચે કચડાતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું હતું. આ બન્ને બનાવોમાં ટ્રાફિક પોલીસે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
રામોલમાં ટાકનાકા પાસે બોલેરોએ પલટી ખાતાં જ્યુંપીટર સાથે વૃદ્ધ નીચે દટાતા લોહી લુહાણ હાલતમાં સ્થળ મોત
અમરાઈવાડીમાં રહેતો યુવક ગઇકાલે સાંજે શાંતિ નીકેતન સ્કુલ તરફ ચાલતા જઈ રહ્યા હતા આ સમયે હાટકેશ્વર ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે આવી રહેલ બાઇક ચાલકે તેમને ટક્કર મારતા તેઓ રસ્તા પર પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ બાઇક ચાલક ફરાર થઈ ગયો હતો.આસપાસના લોકો ભેગા થઈને યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર બાઇક ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં ખોખરામાં રહેતા વૃદ્ધ ઓજે સવારે જ્યુપીટર લઈને ઘરેથી રામોલ જતા હતા. ત્યારે રામોલ આકૃતિ ફ્લેટની સામે ટોલનાકા તરફ જતા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલા બોલેરો પીકઅપ વાને ટુવ્હીલરને ટક્કર મારતાં વૃદ્ધ ઉપર ટાયર ફળી વળ્યુ હોવાથી ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું, આ ઘટનાથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પીકઅપવાનના ચાલકને પકડી પોલીસને સોંપ્યો હતો. આ બનાવ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.