4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે ઓસ્કર 2025 માટે શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદી બહાર પાડી છે. 232 શોર્ટલિસ્ટ ફિલ્મોની આ યાદીમાં 5 ભારતીય ફિલ્મો સામેલ છે. 232માંથી 207 ફિલ્મોને બેસ્ટ ફિલ્મની કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારતની શોર્ટલિસ્ટ થયેલી ફિલ્મોમાં કેટલીક એવી ફિલ્મો છે જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
વોટિંગના આધારે ફિલ્મોનું નોમિનેશન શોર્ટલિસ્ટેડ તમામ 232 ફિલ્મોમાં વોટિંગ કરવામાં આવશે, ત્યારબાદ તેમને ઓસ્કર 2025માં અંતિમ નોમિનેશન મળશે. મતદાન 8 જાન્યુઆરીથી શરૂ થશે અને 12 જાન્યુઆરી સુધી ચાલશે. આ પછી, એકેડેમી ઑફ મોશન પિક્ચર દ્વારા 17 જાન્યુઆરીએ નોમિનેટેડ ફિલ્મોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.
ઓસ્કરની રેસમાંથી ‘લાપતા લેડીઝ’ કિરણ રાવ દ્વારા નિર્દેશિત ફિલ્મ લાપતા લેડીઝને પણ ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી, જો કે, આ ફિલ્મને અંતિમ શોર્ટલિસ્ટેડ ફિલ્મોની યાદીમાંથી બહાર રાખવામાં આવી છે.
બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, પણ ઓસ્કર સુધી પહોંચી કંગુવા 350 કરોડના મોટા બજેટથી બનેલી ફિલ્મ કંગુવાને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર 100 કરોડ રૂપિયાની કમાણી કરી શકી. ફિલ્મમાં સૂર્યા, દિશા પટણી, બોબી દેઓલ મહત્વની ભૂમિકામાં હતા. તેના થિયેટરમાં રિલીઝ થયા પછી, ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી.
ટ્રેડ એક્સપર્ટ મનોબાલાએ યાદીની સાથે કાંગુવાના શોર્ટ લિસ્ટની જાહેરાત કરી છે.
રણદીપ હુડ્ડાની સ્વતંત્ર વીર સાવરકર પણ ઓસ્કારની રેસમાં 22 માર્ચ 2024ના રોજ રિલીઝ થયેલી રણદીપ હુડા સ્ટારર ફિલ્મ સ્વતંત્ર વીર સાવરકરને પણ ઓસ્કાર 2025 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત આ ફિલ્મ ઘણા કારણોસર વિવાદોમાં રહી હતી.
ગોલ્ડન ગ્લોબ ચૂકી, પરંતુ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ઓસ્કારની રેસમાં તાજેતરમાં, પાયલ કાપડિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને ગોલ્ડન ગ્લોબ્સમાં બેસ્ટ ફિલ્મ (નોન-અંગ્રેજી) કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી હતી. જોકે આ ફિલ્મ એવોર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી. હવે આ ફિલ્મને ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવી ચૂકી છે.
માર્ચમાં ઓસ્કર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવશે 97મો ઓસ્કર એવોર્ડ 2 માર્ચે યોજાશે. છેલ્લા કેટલાક વર્ષોની જેમ આ વર્ષે પણ લોસ એન્જલસમાં સમારોહનું આયોજન કરવામાં આવશે. ગયા વર્ષે Cillian Murphy ની ફિલ્મ Oppenheimer એ બેસ્ટ ફિલ્મ એવોર્ડ સહિત 7 એવોર્ડ જીત્યા હતા. જો કે, કોઈપણ ભારતીય ફિલ્મ ઓસ્કર 2024 માટે લાયક ન હતી.