ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ પતંગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ
.
ચાલુ વર્ષે પાટણની બજાર માં ઇલેક્ટ્રિક ફીરકી આવી છે જે અટોમેટિકબન્ને બાજુ સ્વીચ દબાવાથી દોરી ફીરકી માં વિટાઈ જાય છે. તો 2500 વાર નીફીરકી નો ભાવ 2100 થી 2500રૂ સુધીનો હોવાનું વેપારી જતીન પટણીએ જણાવ્યું હતું. 10000 વાર ની ફીરકી 250 થી લઈ 350 ભાવ છે જયારે 2500 થી 5 હજાર વાર દોરી ના 900 થી લઈ 2000સુધી ના અલગ અલગ તાર ના અલગ અલગ ભાવ હોવાનું વેપારી આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં તોતિંગ વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આથી કાળઝાળ મૈંઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ પાટણ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે, પરંતુ આ વર્ષે પતંગના ભાવમાં 25 ટકાનો વધારો નોંધાયો છે. દર વર્ષની સરખામણીમાં હાલ પતંગ મોંઘી છે.
જુનાગંજ બજારના પતંગના વેપારી ધર્મેન્દ્ર પટણી સહિતના વેપારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષથી વેપાર કરું છું.પાટણ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ હજુ જામ્યો નથી. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં ઉમટી રહ્યા છે.બજારમાં નાની-મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 120 થી 150 રૂપિયાના પાંચ નંગ વેચાઈ રહી છે.સાદી પતંગ 120 રૂ કોડી છે. તો નડિયાદ ના ખભાતી પતંગ 150 રૂ છે. પ્લાસ્ટિકનાં પંજાના 80 થી100,નાના પતંગોમાં ગતવર્ષ કરતા 50 રૂપિયા વધુ ભાવ છે.
દોરી ના ભાવ માં પણ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં એક હજારવાર થી લઇ પાંચ હજાર વાર ની દોરી માં ભાવ વધવા પામ્યા છે શહેરમાં હાલ થોડી ખરીદી જોવા મળી રહી છે પરંતુ પર્વ નજીક આવતા ખરીદીમાં 50 ટકાથી વધુ વધારો થશે અને બજાર ખરીદી માટે લોકોની ભીડ જોવા મળશે. તેવું વેપારી એ જણાવ્યું હતું.
આ વર્ષે પાટણ ના બજાર માં અમદાવાદ ના ફીરકી વાલેને ઇલેક્ટ્રિક ફીરકી આવી છે .ફ્રીરકી ના બન્ને છેડે સ્વીચ આપી છે તેના કારણે ફ્રીરકી ને વિટવાની જરૂર પડતી નથી તેની જાતે ઓટોમેટિક વિટાઈ જાય છે જેનો ભાવ બજાર માં 2500 વાર ની 9 તાર ની 2100 થી 2500રૂપિયા છે તેવું વેપારી જતીન પટણીએ જણાવ્યું હતું.
આ વખતે વેપારીઓ જાતે જ ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કર્યો છે અને લોકોને પણ તેનાથી દૂર રહેવા જણાવી રહ્યા છે જેનાથી અન્ય દોરીની માંગ વધી છે. આ ઉપરાંત ભારે મોટા પતંગ ચઢાવવા વધુ તારની દોરીની જરૂર પડતી હોવાથી લોકોની માંગને ધ્યાને લઈને આ વર્ષે તેઓ પંજાબની 12 અને 16 તારની દોરી માર્કેટમાં લાવ્યા છે. જેથી ચાઇનીઝ દોરી તરફથી લોકોનું ધ્યાન આ તરફ આકર્ષાયું છે. અહીં મુખ્યત્વે 6 થી 9 તારની દોરીનું ચલણ હતું તેમાં હવે ભારે દોરી ઉમેરાઈ છે. એમ વેપારી આશિષ મોદીએ જણાવ્યું હતું.
જુનાગંજ બજાર પતંગ માર્કેટનું હબ બન્યું પાટણ શહેરમાં દર વર્ષે કેટલાક વિસ્તારોમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ દોરીના વેચાણ માટે બજાર જામતું હતું, જેમાં હિંગળાચાચર ચોકમાં માહોલ જામતો હતો, જોકે, આ વર્ષે નગર પાલિકા દ્વારા જુનાગંજ બજાર વિસ્તારમાં પતંગ-દોરીના વેચાણ માટેના સ્ટોલ ફાળવાતા જુનાગંજ ચોકનું વાતાવરણ અત્યારથી જ પતંગમય બની જવા પામ્યું છે અને જુનાગંજ વિસ્તાર પતંગ માર્કેટ નું હબ બની જવા પામ્યું છે. લોકોમાં પણ પતંગ દોરી માટે આકર્ષણ ઉભુ થયું છે. પાટણમાં બજાર સહિત અન્ય વિસ્તારોમાં પણ આ વખતે પતંગ દોરીના વેચાણ માટે અનેક લોકોએ નાનો મોટો વેપાર ધંધો શરૂ કરતાં પતંગ અને ફિરર્કીના બજારમાં ખરીદી જોવા મળી રહી છે.