ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલ મહાજન ઈંગ્લીશ સ્કુલ ખાતે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં વીજ અકસ્માત બાબતે જાગૃતિ કેળવાઈ તે માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા સલામતીના ભાગરૂપે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં મહાજન ઈંગ્લીશ સ્
.
આજરોજ ગોધરા તાલુકાના નદીસર ગામે આવેલ મહાજન ઇંગ્લિશ સ્કૂલ ખાતે સલામતીના ભાગરૂપે એમજીવીસીએલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સલામતીના ભાગરૂપે સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગોધરા મઘ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઈજનેર ચિરાગ ભટ્ટ તેમજ ડે.ઈજનેર ગૌરાંગ સેવક દ્વારા વિદ્યાર્થી ઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વીજ અકસ્માત બાબતે સલામતી,વીજ જરૂરિયાત અને વીજ ચોરી સામે પણ જાગૃતતા કેળવવા જણાવ્યું હતું.આ પ્રસંગે હાઇસ્કુલના આચાર્ય એમ.એમ. રણા પ્રાથમિક શાળાના આચાર્ય હિતેશ પટેલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.