Surat : સુરત પાલિકાના બમરોલી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ડ્રેનેજમાં આવતા કેમીકલ અને એસિડવાળા પાણીના કારણે બંધ થઈ ગયો હતો. ત્યારબાદ ઉધના ઝોનના 205 એકમોના ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કાપી નાંખ્યા હતા. આ મુદ્દે ઉધના ઝોને જીપીસીબીને પત્ર લખીને નિયત પેરામિટરની મર્યાદા જણાતી ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત આજે દિવસ દરમિયાન પાલિકાએ ડ્રેનેજમાં કેમિકલવાળું પાણી છોડતી ચાર ડાઈંગ સીલ અને 16 ને નોટિસ આપી છે.
પાલિકાના ઉધના ઝોને 200થી વધુ મિલ્કતો સીલ કરવા સાથે સાથે ડ્રેનેજના પાણીના સેમ્પલ લીધા હતા. જેમાં ઉદ્યોગ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર દુષિત કલરયુક્ત કેમિકલ મિશ્રિત પાણી છોડતા હોવાનું બહાર આવ્યું હતું. આ કામગીરી બાદ ઉધના ઝોન દ્વારા જીપીસીબીને એક પત્ર લખી કેમિકલ છોડતા ઉદ્યોગો સામે પગલાં ભરવા માટે રજૂઆત કરી છે. આ કામગીરી દરમિયાન આજે પાલિકાના ઉધના ઝોન દ્વારા કેમિકલવાળું પાણી ગટરમાં છોડતી 4 ડાઈંગ સીલ કરી દીધી છે અને 16 ડાઈંગને નોટિસ આપી છે.