ડુમસમાં 2500 કરોડના મૂલ્યની વિવાદિત જમીનના કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી ક્વોશિંગ પિટિશન પરત ખેંચવામાં આવી છે. આ પિટિશન સમૃદ્ધિ કોર્પોરેશનના બિલ્ડર અને ડીએલઆર અનંત પટેલ દ્વારા દાખલ કરવામાં આવી હતી, પરંતુ પિટિશન રદ્દ થવાના ભયથી તે પરત ખેંચી લ
.
ડુમસમાં “સાયલેન્ટ ઝોન” તરીકે ઓળખાતી 2500 કરોડની આ જમીન પર વિવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે. ધોડદોડ રોડ સ્થિત લક્ષ્મી વિલાસ કોમ્પ્લેક્સના રહેવાસી આઝાદભાઈ ચતુરભાઈ રામોલીયાએ આ જમીન પોતાની હોવાની દાવેદારી કરી હતી.
આ વિવાદમાં સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો અને ડીએલઆર અનંત પટેલ પર આરોપ મૂકવામાં આવ્યો છે કે, તેમણે ખોટી રીતે પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરીને બિનકાયદેસર પ્રોપર્ટી પોતાનાં નામે કરી. આ કેસમાં સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવાઈ હતી, અને હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
ક્વોશિંગ પિટિશન અને પરત ખેંચવાનો નિર્ણય સમૃદ્ધિ કોર્પોરેશનના બિલ્ડર અને ડીએલઆર અનંત પટેલે પોતાની સામે નોંધાયેલી ફરિયાદને ખોટી બતાવી હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. બુધવારે આ પિટિશન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં સીઆઈડી ક્રાઈમના વકીલોએ પોતાની દલીલો અને એફિડેવિટ રજૂ કર્યા હતા. સુનાવણી દરમિયાન પિટિશનના રદ્દ થવાની શક્યતા જોવા મળી, જે પછી અનંત પટેલે પોતાની પિટિશન પરત ખેંચવાનો નિર્ણય કર્યો.
સીઆઈડીની તપાસમાં નવા પડાવ પિટિશન પરત ખેંચાતા હવે સીઆઈડીની તપાસ વધુ તેજ બનવાની શક્યતા છે. સીઆઈડી ક્રાઈમના જણાવ્યા અનુસાર, આ પ્રકરણમાં દસ્તાવેજોની ખાતરી અને સંભવિત કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે.
મુખ્ય આક્ષેપ
- ખોટા દસ્તાવેજો: પ્રોપર્ટી કાર્ડ ખોટી રીતે તૈયાર કરાયા હોવાનો આક્ષેપ.
- કૌભાંડના સંકેત: 2500 કરોડની આ પ્રોપર્ટી પર બિનકાયદેસર કબજો જમાવવાનો પ્રયાસ.