54 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જલસના જંગલમાં લાગેલી આગના કારણે અત્યાર સુધીમાં 1900 ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. આગ એટલી ભયાનક છે કે હોલીવુડ સ્ટાર્સ અને યુએસ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના ઘર પણ ખાલી કરાવવામાં આવ્યા છે.
મંગળવારે લાગેલી આગ 3 દિવસમાં 28 હજાર એકરમાં ફેલાઈ ગઈ છે; 5 લોકોના મોત થયા છે. લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ લગભગ 3 લાખ લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે.
- આ વિસ્તારમાં લગભગ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે.
- ભારે પવનના કારણે આગે ફાયરનાડો (ફાયર + ટોર્નેડો) નું સ્વરૂપ લઈ લીધું છે. જે રીતે ટોર્નેડોમાં હવાનું વાદળ બને છે, તેવી જ રીતે અગ્નિની જ્વાળાઓ આકાશને સ્પર્શતી દેખાય છે.
- આગ જંગલોમાંથી ફેલાઈને રહેણાંક વિસ્તારોમાં પહોંચી ગઈ. લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે. અહીં રહેતા પાલતુ અને જંગલી પ્રાણીઓ મુશ્કેલીમાં મુકાયેલા દેખાય છે.
- આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. આ આગમાંથી નીકળતો ધુમાડો અંતરિક્ષમાંથી પણ દેખાય છે.
- રેસ્ક્યૂ ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આગ પર કાબુ મેળવવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.
કેલિફોર્નિયામાં લાગેલી આગને લગતા 5 પાવરફુલ વીડિયોઝ જોવા માટે ઉપર આપેલા ફોટો પર ક્લિક કરો…