દાહોદ શહેરમાં શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ ઉપર ઉંચા વળતરની લાલચમાં આવી ગયેલા વ્યક્તિએ 68.82 લાખ ગુમાવ્યા હતાં. ત્યારે આ ટોળકીના પાંચ યુવકોની સુરતથી ધરપકડ કરી છે.
.
દાહોદ શહેરમાં શેર માર્કેટમાં ટ્રેડિંગમાં રોકાણ ઉપર ઉંચા વળતરની લાલચ આપી સાઇબર ફ્રોડ કરતી ટોળકીએ દાહોદના એક વ્યક્તિને સ્ટેકો એન્ડ માર્ટીંન નામક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. ટોળકીએ જુદા-જુદા સમયે અલગ-અલગ ખાતાઓમાં રૂપિયા નખાવીને 68,82,000 રૂપિયાનું રોકાણ કરાવ્યુ હતું. આ રોકાણ સામે એપ્લીકેશનના વોલેટમાં પ્રોફીટ સાથે રૂા. 1,83,58,638 બતાવતા હતા પરંતુ તે રૂપિયા ઉપાડવા જતાં વધુ 40 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું જણાવતા ઠગાયાની અનુભૂતિ થઇ હતી. આ મામલે દાહોદ સાઇબર ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો. પીઆઇ ડી.એમ ઢોલ સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. ત્યારે આ ઠગાઇનો રેલો સુરત સુધી પહોંચ્યો હતો. આ ઓન લાઇન ઠગાઇ કરવામાં સંડોવાયેલા સુરત જિલ્લાના પાંચ લોકોની ધરપકડ કરી હતી. પાંચે યુવકોની તપાસમાં તે દેખાડા ખાતર જુદો-જુદો વ્યવસાય કરતા હોવાનું સામે આવ્યુ હતું. આ પાંચે યુવકોએ હજી કેટલી ઓન લાઇન ઠગાઇમાં સંડોવાયેલા છે તેની પુછપરછ માટે તેમના રિમાન્ડ મેળવાશે.
કોની-કોની ધરપકડ કરાઇ . રમેશ ચના કતારિયા, મજુરી, માંકડા , જિ.સુરત . નરેશ હિમ્મત સુરાણી, કાર લોન એજન્ટ, સુરત . ચીરાગ જયસુખ લક્કડ, ચોલી જોબવર્ક, સુરત . કિશન કમલેશ કાછડીયા, વેબ ડેવલપર, સુરત . અર્પીત લાભુ નવાડિયા, વેપાર, સુરત