વડોદરા,મધ્યપ્રદેશથી અફીણ લઇને વડોદરા ડિલીવરી કરવા માટે આવતા કેરિયર અને ગ્રાહકને એસ.ઓ.જી.એ ઝડપી પાડયા હતા. પોલીસે ૬.૦૯ કિલો અફીણ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે.
એસ.ઓ.જી. પોલીસની માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં રહેતો ભંવરલાલ જયપાલ કાળા સિલ્વર કલરની બાઇક પર અફીણ લઇને વડોદરામાં રહેતા દેવજી ખોડાભાઇ પ્રજાપતિને આપવા આવવાનો છે. મોડીરાતે તે ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થવાનો છે.જેથી,પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ, સ્ટાફે વોચ ગોઠવીને (૧) ભંવરલાલ ગોવર્ધનલાલજી જયપાલ (રહે. ગાંગાખેડી ચોરાયા, તિત્રોડ ગામ,જિ. મંદસૌર, મધ્યપ્રદેશ) તથા (૨) દેવજી ખોડાભાઇ પ્રજાપતિ (રહે. મહાકાળી સોસાયટી, ન્યૂ સમા રોડ) ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૬.૦૯૦ કિલો અફીણ કિંમત રૃપિયા ૬.૦૯ લાખ કબજે કર્યુ છે. આ ઉપરાંત પોલીસે બે મોબાઇલ ફોન, એક બાઇક, એક મોપેડ તથા રોકડા ૨૫,૧૦૦ મળીને કુલ રૃપિયા ૭.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.