5 કલાક પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને બાંગ્લાદેશની સંસદીય ચૂંટણી જીતી લીધી છે. શાકિબ બાંગ્લાદેશના વર્તમાન વડા પ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ તરફથી પશ્ચિમી શહેર મગુરાથી ચૂંટણી લડી રહ્યો હતો. તે લગભગ 1.5 લાખ મતોથી જીત્યો છે.
ચાહકોને થપ્પડ મારતો વીડિયો પણ વાયરલ થયો
ચૂંટણી દરમિયાન ચાહકોને થપ્પડ મારવાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા લોકોથી ઘેરાયેલો છે. આ દરમિયાન એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવાની કોશિશ કરે છે, તો શાકિબે તેને થપ્પડ મારીને બાજુમાં ધકેલી દીધો. બાંગ્લાદેશની એક સ્થાનિક ચેનલ અનુસાર, આ વીડિયો 3 જાન્યુઆરીનો છે, જ્યારે શાકિબ વડાપ્રધાન શેખ હસીનાને મળવા ગયો હતો અને ફરીદપુરમાં અવામી લીગ પાર્ટીની રેલીમાં પણ ભાગ લીધો હતો.
વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરી શક્યો નથી
શાકિબ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન શ્રીલંકા સામે રમ્યો હતો. તેની કેપ્ટનશિપ હેઠળ બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં આઠમા ક્રમે હતું અને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગયું હતું. શાકિબે 7 મેચમાં 186 રન બનાવ્યા અને 7 વિકેટ લીધી. આ દરમિયાન માત્ર એક જ અડધી સદી ફટકારી હતી.