રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી રાજ્ય હવામાન વિભાગે આપી છે. જેને લઈને શુક્રવારે સવારે વલસાડ જિલ્લાના હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વહેલી સવાર
.
દિવસ દરમ્યાન ખુલ્લું હવામાન રહેવાથી દિવસ દરમ્યાન તડકો પડશે અને 26થી 30 ડીગ્રી સુધી તાપમાન રહીશે. જ્યારે રાત્રે તાપમાન ઘટીને 19 ડીગ્રી નોંધાવવાની શકયતા છે. જેને લઈને દિવસ દરમ્યાન ઠંડીની અનુભૂતિ નહીં થશે, જ્યારે રાત્રે ઠંડીનો ચમકારા દેખાશે. વલસાડ શહેરમાં શુક્રવારે વહેલી સવારે વલસાડ શહેરમાં ઠંડીનું તાપમાન યથાવત રહી 19 ડીગ્રી ઉપર પહોંચ્યું હતું. જેને લઈને સ્થાનિક લોકો વહેલી સવારે ફુલગુલાબી ઠંડીમાં ઠુઠવાય હતા.
વાદળ છાયું હવામાન ખુલી જતા ધુમ્મસ જોવા મળ્યું ન હતું. વહેલી સવારે વલસાડ જિલ્લાનું તાપમાન ગગળીને 19 ડીગ્રી ઉપર પહોંચતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. દિવસ દરમ્યાન તડકો નીકળતા દિવસ દરમ્યાન તાપમાન વધીને 26થી 30 ડીગ્રી સુધી જવાની સંભાવના છે. સાંજ સુધીમાં 29 ડીગ્રી તાપમાન નોંધાશે જેને લઈને બપોરે વલસાડમાં લોકોને ગરમીનો અનુભવ થશે. રાત્રે તાપમાન ઘટીને 19 ડીગ્રી સુધી જશે રાત્રે લોકોને ઠંડીનો અનુભવ થશે.
વલસાડ શહેરમાં આજે વહેલી સવારે વલસાડ શહેરમાં તાપમાનમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. વલસાડ શહેરમાં વહેલી સવારે 19 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. આજે 19 ડીગ્રી તાપમાન નોંધતા સ્થાનિક લોકો ફૂલ ગુલાબી ઠંડીની મજા માણી હતી. જ્યારે દિવસ દરમ્યાન ખુલ્લા વર્તવારણને લઈને બપોરે 1 વાગ્યા બાદ ગરમીનો પારો વધીને 30 ડીગ્રી સુધી જશે. સાંજ સુધી 26 ડીગ્રી સુધી તાપમાન રહેશે જેને લઈને દિવસ દરમ્યાન લોકોને ગરમીનો અનુભવ થશે.
દિવસ દરમ્યાન ગરમીથી બચવા લોકોએ પાંખાનો ઉપયોગ કરવો કરશે. સ્થાનિક લોકો ડબલ ઋતુનો અનુભવ કરશે. વલસાડ શહેરમાં વહેલી સવારથી ખુલ્લું વર્તવારણ જોવા મળ્યું હતું. વલસાડ શહેરમાં ઠંડી સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વાદળછાયું હવામાન અને ધુમ્મસ વાળું વાતાવરણ ખુલતા ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોતરાયા હતા.