22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યૂસર અને કોરિયોગ્રાફર ફારાહ ખાને તાજેતરમાં જ તેનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની અંગત જિંદગી વિશે વાત કરી રહી છે. તેણે કહ્યું કે તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી, એક સમય એવો હતો જ્યારે તેની પાસે ઘર ચલાવવા માટે પણ પૈસા નહોતા.
ફારાહે બાળપણની વાત કહી ફારાહ ખાને સિમી ગરેવાલ સાથેની વાતચીતમાં કહ્યું, ‘મેં બાળપણમાં ઘણું જોયું છે. હું બાળપણના આઘાત અને મારા માતાપિતાના છૂટાછેડાનો અનુભવ કરીને મોટી થઈ છું. આ બધી બાબતોએ મને ખૂબ જ મજબૂત બનાવી.’
ફારાહ ખાને વર્ષ 2004માં ‘મૈં હૂ ના’ ફિલ્મથી ડિરેક્શનની શરૂઆત કરી હતી
મારા પિતાનું અવસાન થયું ત્યારે હું 15 વર્ષની હતી- ફારાહ ફારાહે વધુમાં જણાવ્યું કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતા પછી ઘરની તમામ જવાબદારી તેણે ઉપાડવાની હતી. તેણે કહ્યું,’પહેલા ઘરની સ્થિતિ ઘણી સારી હતી. મારા પિતા કામરાન ખાન ફિલ્મ નિર્દેશક હતા. તે સમયે પરિવારને કોઈ વસ્તુની કમી નહોતી. પરંતુ, પછી એક ફિલ્મે અમારા બધાનું જીવન બદલી નાખ્યું.’
ફારાહ ખાને પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી
મૃત્યુ સમયે પિતાના ખિસ્સામાં માત્ર 30 રૂપિયા જ બચ્યા હતા – ફારાહ ફારાહે કહ્યું- મારા પિતાએ ઘણા પૈસા ખર્ચીને ફિલ્મ બનાવી હતી. પરંતુ, જ્યારે તે ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ, ત્યારે તે ખરાબ રીતે પીટાઈ ગઈ. આ પછી અમારા પરિવારના સંજોગો સંપૂર્ણપણે બદલાઈ ગયા હતા. ફિલ્મ રિલીઝ ન થવાના દુઃખ અને ઘરની બગડતી પરિસ્થિતિને કારણે મારા પિતાને દારૂ પીવાની આદત પડી ગઈ હતી. જ્યારે તે મૃત્યુ પામ્યા ત્યારે તેમના ખિસ્સામાં માત્ર 30 રૂપિયા હતા.
ફારાહ બાળપણમાં માતા, પિતા અને ભાઈ સાજિદ સાથે
ફારાહે કહ્યું કે, જ્યારે જીવનમાં આવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે વ્યક્તિ ઘણો બદલાઈ જાય છે. તેની વર્તણૂક બદલાઈ જાય છે, તે તેના હૃદયમાં લોકો પ્રત્યે ગુસ્સો અને નારાજગી રાખવા લાગે છે. પણ મેં સારા દિવસોને હંમેશા યાદ રાખવાનું નક્કી કર્યું હતું.
સાજિદ અને હું એકબીજાને વાર્તાઓ કહીએ છીએ- ફારાહ વાતચીત દરમિયાન ફારાહે ભાઈ સાજિદ ખાન સાથે તેના બાળપણની વાતો પણ શેર કરી હતી. તેણે કહ્યું- સાજિદ અને હું હંમેશા તે દિવસોને સ્મિત સાથે યાદ કરીએ છીએ. અમે બાળપણથી એકબીજાને રમૂજી વાર્તાઓ કહીએ છીએ.
ફારાહ ખાન આજે ટોચના નિર્દેશકોમાં સામેલ છે.
બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરિયરની શરૂઆત કરી નોંધનીય છે કે, ફારાહ ખાને પોતાના કરિયરની શરૂઆત બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કરી હતી. તેણે કોરિયોગ્રાફી માટે 6 વખત ફિલ્મફેર બેસ્ટ કોરિયોગ્રાફી એવોર્ડ જીત્યો છે. આ પછી ફારાહે તેની પ્રથમ ફિલ્મ ‘મૈં હૂં ના’ નું પણ નિર્દેશન કર્યું, જેમાં શાહરુખ મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી અને આ ફિલ્મ પછી ફારાહ ટોપ ડિરેક્ટર બની ગઈ હતી. આ પછી ફારાહે ઘણી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.