સામાન્ય રીતે સરકારી ઓફિસો જે બિલ્ડિંગમાં આવેલી હોય છે તે બિલ્ડિંગમાં પાર્કિંગની સુવિધા હોય છે. વાહન લઈને આવતા નાગરિકોને તેમના વાહન પાર્ક કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પરંતુ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની લગતી સેવાઓના કામ માટે આવનારા નાગરિ
.
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં પાંચ સરકારી ઓફિસો ચાલે છે. જેમાં આવનારા નાગરિકોને ફરજિયાત પણે વાહન પાર્ક કરવાનો ચાર્જ ચૂકવવો પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે બીજી કોઈ સરકારી બિલ્ડીંગ ઉપલબ્ધ ન હોવાથી મલ્ટી લેવલ પાર્કિંગમાં ઓફિસ શરૂ કરી છે, પરંતુ ત્યાં આવનારા વાહનચાલકોને ફરજિયાત પણે પૈસા ચૂકવવા પડે છે.
આ મુદ્દે સંબંધિત અધિકારી સાથે વાત કરીશ- ડેપ્યુટી મ્યુ. કમિશ્નર પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદ એ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવરંગપુરા મલ્ટી લેવલ પાર્કિંગમાં સિવિક સેન્ટર પર વાહન લઈને આવનારા નાગરિકોને વાહન પાર્કિંગના ચાર્જ ચૂકવવા મામલે હું સંબંધિત અધિકારીને સુચના આપી દઉં છું. સિવિક સેન્ટર પર આવનારા લોકો પાસેથી ચાર્જ લેવામાં આવે નહિ અને અન્ય સરકારી ઓફિસો પણ આવેલી છે જે પહેલાથી જ ત્યાં ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે હું સંબંધિત અધિકારી સાથે વાતચીત કરી અને જાણ કરીશ.
‘પાર્કિંગની સમસ્યાને ઉકેલવા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવાયું હતું’ નવરંગપુરા વિસ્તારમાં બનાવવામાં આવેલું મલ્ટી લેવલ પાર્કિંગ સીજી રોડ પર પાર્કિંગની સમસ્યાને ઉકેલવા માટે બનાવવામાં આવ્યું હતું. જોકે વર્ષોથી આ મલ્ટી લેવલ પાર્કિંગ ચાલતું ન હોવાથી હવે સરકારી ઓફિસો શરૂ કરી દેવામાં આવી છે. જેથી ત્યાં આવતા નાગરિકોને પોતાના વાહનો ફરજિયાત મલ્ટી લેવલ પાર્કિંગમાં જ પાર્ક કરવા પડે અને તેનાથી કોન્ટ્રાક્ટરને ફાયદો થાય અને તેને જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેમાંથી કમાણી કરી શકે.
‘ટેક્સ ભરવા આવ્યો હતો મારી પાસે શેનો ચાર્જ લેવાય’ સિવિક સેન્ટર ખાતે પ્રોપર્ટી ટેક્સ ભરવા આવેલા એક વ્યક્તિએ નામના આપવાની શરતે જણાવ્યું હતું કે, હું અહીંયા સેન્ટર ઉપર જે ટેક્સ ભરવાનો છે તેના માટે આવ્યો ત્યારે બહાર રોડ ઉપર વાહન પાર્ક કરવાની જગ્યાએ અંદર જ્યારે વાહન પાર્ક કરવા ગયો તો બાઈટ પાર્ક કરવાના મારી પાસે પાંચ રૂપિયા માંગવામાં આવ્યા હતા. હું ટેક્સ ભરવા આવું છું તો મારે વાહન પાર્ક કરવાનો શેના માટેનો ચાર્જ આપવાનો હોય.
સિવિક સેન્ટરને તોડી નવું બિલ્ડીંગ બનાવવાનું આયોજન શહેરના લો ગાર્ડન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનનું સિવિક સેન્ટર આવેલું હતું. જે સિવિક સેન્ટરને તોડીને ત્યાં નવું અધ્યતન બિલ્ડીંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાના કારણે 8 જાન્યુઆરીથી નવરંગપુરા વિસ્તારમાં આવેલા મલ્ટી લેવલ પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં જે દુકાન ખાલી છે ત્યાં એક જ દુકાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મલ્ટી લેવલ પાર્કિંગમાં સિવિક સેન્ટર શરૂ કરવામાં આવ્યું હોવાથી નાગરિકોને ટેક્સ ભરવાથી લઈને વિવિધ સેવાઓના કામગીરી માટેના પૈસા ભરવા અન્ય સુવિધાઓ માટે ત્યાં જવું પડતું હોય છે.
ટુ-વ્હીલરના 5 અને ફોર વ્હીલરના 20 રૂપિયા ચાર્જ મલ્ટી લેવલ પાર્કિંગમાં ચાલતા સેન્ટર પર આવનારા લોકો માત્ર 5થી 10 મિનિટ માટે જો પોતાના પૈસા ભરવા માટે આવે તો પણ ત્યાં ટુ-વ્હીલર પાર્કિંગની જગ્યામાં વાહન પાર્ક કરે તો મલ્ટી લેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા તેમની પાસેથી પૈસા લેવામાં આવે છે. ટુ-વ્હીલર પાર્ક કરે તો પાંચ રૂપિયા અને ફોર વ્હીલર પાર્ક કરે તો રૂ.20 ચાર્જ લેવામાં આવે છે. જો કોઈ સરકારી ઓફિસમાં કામ માટે જતા હોય તેના માટે વાહન પાર્કિંગ માટે કોઈ પૈસા નથી ભરવાના હોતા, પરંતુ આ ઓફિસોમાં કામ માટે જતા લોકોને પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડે છે.