પાટડી નગરમાં હનુમાનજીની મૂર્તિ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રાએ સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું. અંબિકાનગર સોસાયટીથી શરૂ થયેલી આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ચાર રસ્તા સુધી પહોંચી હતી.
.
શોભાયાત્રામાં ધારાસભ્ય પી.કે. પરમાર, જિલ્લા પ્રભારી દિલીપ પટેલ સહિત સ્થાનિક નેતાઓ, બજરંગ દળ, વિશ્વ હિન્દૂ પરિષદ અને આરએસએસના કાર્યકર્તાઓ જોડાયા હતા. હજારોની સંખ્યામાં નગરજનોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી શોભાયાત્રામાં ભાગ લીધો હતો અને પુષ્પવર્ષા કરી હતી.
શુક્રવારે મોડી રાત્રે પાટડી ચાર રસ્તે એકાદશી અન્નકૂટ, મહાઆરતી અને આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના કલાકારો દ્વારા ભગવાનની વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. શોભાયાત્રા દરમિયાન રામ નામના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.