રાજકોટમા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ 1961માં નોંધાયેલું છે. જોકે, શહેરની સૌથી જૂની હઝરત ગેબનશાહ દરગાહનો વિવાદ સામે આવ્યો છે. આજ દરગાહના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ લઘુમતી વિભાગના ચેરમેન યુનુસ જુણેજાએ મુખ્યમંત્રી-કાયદાકીય વિભાગ અને ગુજરાત રાજ્ય
.
રાજકોટ હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ ટ્રસ્ટ બી/494, 1991થી નોંધાયેલ ટ્રસ્ટ છે. જે ટ્રસ્ટમાં બંધારણ મુજબ જાહેર જનતાની વચ્ચે ચૂંટણી કરવાની હોય તે કરવામાં આવતી નથી. તેની સામે યુનુસ જુણેજાએ મુસ્લીમ સમાજ વતી મુખ્યમંત્રી, કાયદાકીય વિભાગ તેમજ ગુજરાત રાજ્ય વકફ બોર્ડનું ધ્યાન દોરવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, 1992થી હાજી બાબુ જાનમહમદ પ્રમુખ હતા, તેમનુ અવસાન થતા ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવેલ નથી. છતાં પણ તેમના દિકરા યુસુફ ભાણુ (દલ) જે રેલવે ડિપાર્ટમેન્ટ કલાસ ફોર કર્મચારી છે, રેલવે ડિપાર્ટમેન્ટનો બ્રેઈન ટ્યુમરનુ તબીબી સર્ટિફિકેટ આપીને અનફીટ થયા. આ રીતે રેલવે સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે. 2019માં તેઓ સીધા જ પેઢી દર પેઢી હોય તેમ પોતાની પર્સનલ પોપર્ટી હોય તેમ અમુક આંગણી ઉંચી કરવાવાળા ટ્રસ્ટની મીલી ભગતથી 2019માં તેમના પિતાના અવસાન બાદ છેતરપિંડી કરીને પ્રમુખ બની ગયા.
1992થી 2024 એમ અંદાજે 30 વર્ષથી ઉપર સરમુખત્યાર શાસન ચલાવે છે. સમાજના આગેવાનો, સામાજીક આગેવાનો તેમજ નમાઝી લોકોની મિટિંગ બોલાવીને ચૂંટણી પ્રક્રિયા કરવાની હોય તેવુ ટ્રસ્ટના બંધારણ મુજબ કરવાની હોય તે મુજબ કરવામાં આવતી નથી. ટ્રસ્ટી ચૂંટણી પ્રક્રિયા બાબતે હનન થઈ રહ્યુ છે, તેમજ આ ટ્રસ્ટની અંદર અઢળક ગેરવહીવટ તેમજ મોટા પાયે ભષ્ટ્રાચાર થઈ રહો છે. ટ્રસ્ટનો નિયમ 5 વર્ષે જાહેર જનતા વચ્ચે ચૂંટણી કરવાનો નિયમ છે તે નિયમ પ્રમાણે કાર્ય કરવામાં આવતુ નથી.
ગેબનશાહ પીર ઉર્ષ નિમિત્તે દર વર્ષે જાહેર મંચ ઉપરથી હિસાબ કિતાબનો અહેવાલ વાંચી સંભાળવામાં આવે છે. તેમજ જેને હિસાબે જોવો હોય તે ઓફિસમાં આવીને જોઈ શકે તે તદ્દન બનાવટી છે. મેં પત્ર દ્વારા લેખિત હિસાબની માંગણી કરી હતી, તે મને હજુ સુધી આપવામાં આવી નથી. મુસ્લીમ સમાજ સાથે બનાવટ કરતા હોય હિસાબ પારદર્શક હોતો નથી તેની સામે રજૂઆતો કરવામાં આવી છે. મનફાવે તેમ ખોટા નિર્ણયો લઈ ટ્રસ્ટના ખોટા ખર્ચ દેખાડીને આર્થિક નુકશાન કરવામાં આવે છે. ઉર્ષ નિમીતે ટ્રસ્ટની આવક જાવકનો જ અહેવાલ સંભાળવવામાં આવીને સમાજને મુર્ખ બનાવવાનુ કામ કરવામાં આવે છે. હું આ ટ્રસ્ટમાં રહી ચુકેલ ટ્રસ્ટીઓને પણ કયા ખર્ચ કરાયો કેટલો કર્યો તેની જાણ હોતી નથી, એટલે રાજીનામું આપી દીધી હતુ. ટ્રસ્ટમાં ખોટુ થઈ રહ્યું હોય તે ચલાવી ન લેવાય.
ટ્રસ્ટમાં સારા વ્યવસ્થિત એજયુકેશન લોકો ટ્રસ્ટનુ કાર્યકાળ પારદર્શક સંભાળી શકે તેવા હોય તેવી માંગણીઓ કરવામાં આવી છે. ટ્રસ્ટમાં વાલાની જ નિમણૂક કરવામાં આવે છે. 2019થી છેતરપિંડી કરીને ટ્રસ્ટના પ્રમુખ યુસુફ ભાણુ (દલ) બની ગયો છે. જે બાદ 5 વર્ષે ચૂંટણી પ્રક્રિયા યોજવાનો નિયમ હોય જે તા.18/02/2024 ના ફરીવાર સમાજને તેમજ આગેવાનોને મુર્ખ સમજીને અમુક લેભાગુ ટ્રસ્ટી ખોટા અંદરો અંદર ચૂંટણી પ્રક્રિયા ગેરબંધારણીય કરીને ફરીવાર પ્રમુખપદે રહેવા ટ્રસ્ટની રચના કરી દીધી. ગુજરાત રાજ્ય વકફ બોર્ડનો ફેરફાર રિપોર્ટ મૂકવામાં આવેલ તે પ્રક્રિયા સામે મુસ્લીમ સમાજના આગેવાનો તેમજ યુનુસ જુણેજાએ સખ્ત વાંધા ઉઠાવ્યો છે. હાલ 32 વર્ષથી સમાજને છેતરીને અંદરો-અંદર ચૂંટણી પ્રક્રિયા કરી લેતા હોય છે. જો આવી રીતે 2 પેઢીથી સરમુખત્યાર સાહી ચલાવતા હોય પેઢી દર પેઢી આમજ ચાલ્યા કરશે.
દરેક સમાજના લોકો બહારથી દરગાહ શરીફે દર્શન કરવા આવતા હોય તેના ઉતારાની રૂમની અંદર તેમજ આરામ કરવાની તેમજ નાહવા ઘોવાની સગવડ હોવી જોઈએ તે બંધારણમાં નિયમ હોય તે મુજબ સગવડતા કરવામાં આવેલ ન હોય અને ટ્રસ્ટના નામે અઢળક ફંડફાળા કરતા હોય તે પણ બંધ કરવા જોઈએ. ટ્રસ્ટની ચૂંટણી બંધારણ ગુજરાતી નામાંકિત વર્તમાન પત્રમાં અહેવાલ આપીને સમાજને જાગૃત કરીને પારદર્શક કરવાનો નિયમ હોય તે કરવામાં આવેલ ન હોય તેની સામે યુનુસ જુણેજાએ મુખ્યમંત્રી-કાયદાકીય વિભાગ તેમજ ગુજરાત રાજય વકફ બોર્ડને રજુઆત કરવામાં આવી છે.