સુરત
જમીનની ડીલ સંદર્ભમાં
ચેક આપ્યા હતા ઃ આરોપીને દોષી ઠેરવ્યા બાદ વર્તણુંક ધ્યાને લેતા સજા વખતે બિનજરૃરી
સહાનુભૂતિ રાખવાની જરૃર નથીઃકોર્ટ
જમીનમાં
રોકાણના નામે 2.50 કરોડના ચેક રીટર્ન કેસમાં ગાંધીનગર કુડાસણ સ્થિત શ્રી દામોદર કોર્પોરેશન
પેઢીના આરોપી ભાગીદારને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિષ્ણુ ડી.દવેએ આરોપીને બે વર્ષની કેદ,ફરિયાદીની લેણી રકમ 60 લાખ વળતર પેટે ન ચુકવે તો વધુ
ત્રણ માસની કેદની સજા ફટકારી છે.
વરાછા
મેઈન રોડ સ્થિત સોમેશ્વર સોસાયટીમાં રહેતા
70 વર્ષીય
ફરિયાદી રાઘવ માવજીભાઈ હીરપરાએ ગાંઘીનગર કુડાસણ ઉમીયા બંગ્લોમાં રહેતા શ્રી દામોદર
કોર્પોરેશનના આરોપી ભાગીદાર વિજયકુમાર અમૃત્તલાલ યોગાનંદી (રે.નિલકંઠ રેસીડેન્સી,એલ.પી.સવાણી
રોડ)ની સાથે ઘનિષ્ઠ સંબંધ હોઈ ડીસેમ્બર –2017-18 દરમિયાન જમીનમાં રોકાણ માટે નાણાંકીય જરૃર પડતાં કુલ રૃ.2.76 કરોડ ચેક મારફતે તથા રૃ.9 લાખ રોકડા મળીને કુલ રૃ.2.85 કરોડ મેળવ્યા
હતા.આરોપીએ ફરિયાદીને બાંહેધરી આપી હતી કે સારા ભાવ આવ્યેથી ઉછીના નાણાં ટુંક
સમયમાં પરત આપી દેશે.જો નાણાં પરત ન કરે તો જમીન મિલકત ખરીદ કરી હશે તે માલીકી
હક્ક તેવી જમીનની ખરીદીના ભાવે તબદીલ કરી દેવાનો ભરોસો આપ્યો હતો.ત્યારબાદ આરોપીએ
માર્ચ-2018માં રૃ.35 લાખ આરટીજીએસથી
પરત આપ્યા બાદ બાકીના 2.50 કરોડના ગાંધીનગર કુડાસણની
એચડીએફસી બેંકના ચેક લખી આપ્યા હતા.જે ચેક ફરિયાદીએ ફેબુ્રઆરી-2019માં બેંકમાં વટાવવા નાખતા રીટર્ન થતા કોર્ટમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
સુનાવણી
દરમિયાન આરોપીના બચાવપક્ષે એવો બચાવ લીધો હતો કે
અગાઉ તથા કેસની પેન્ડન્સી દરમિયાન ફરિયાદીને 1.90 કરોડ ચુકવી દીધી હોઈ
હાલમાં નાણાં પડાવવા ખોટી ફરિયાદ કરી છે. જ્યારે ફરિયાદપક્ષે જણાવ્યું હતુ કે આરોપી
વિરુધ્ધ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ થયેલી તેમાં આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.જેથી ગુજરાત હાઈકોર્ટે
હાલના કેસમાં બાકીની રકમ જમા કરાવવા હુકમ કર્યો હતો.તેમાંથી કેટલીક રકમ ભરીને આરોપીએ
હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટનો હુકમ હોવા છતાં ફરિયાદીને બાકી રકમ ચુકવી નથી.આરોપી વિરુધ્ધ
પકડ વોરંટ ઈસ્યુ થયા બાદ કોર્ટમાં હાજર થઈને હાઈકોર્ટના હુકમ મુજબ નાણાં જમા કરાવ્યા
છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને બે વર્ષની કેદ,ફરિયાદીની બાકી
લેણી રકમ 60 લાખ વળતર પેટે ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદની સજા
ફટકારી છે.કોર્ટે જણાવ્યું હતું કે આરોપીને દોષી ઠેરવ્યા બાદ સજાના હુકમ વખતે આરોપીની વર્તણુંકને પણ ધ્યાને લેવી જોઈએ,બિનજરૃરી રીતે દરેક કેસમાં આરોપીને સજા કરતી વખતે સહાનુભૂતિ રાખવાની જરૃર નથી.