Vadodara : વડોદરા નજીક ભાયલીમાં બાબરી વગામાં રહેતા શ્યામભાઈ બાબુભાઈ માળી ડ્રાઇવિંગનું કામ કરે છે. ઉતરાયણનો તહેવાર નજીક હોવાથી ઘર ખર્ચ માટે તેમને પૈસા લેવા માટે દમણ ખાતે રહેતા સંબંધીને ત્યાં જવા માટેની વાત પત્ની કૈલાશબેન (ઉ.વ.46)ને કરી હતી. જેથી કૈલાશબેન ગુસ્સામાં આવી ગયા હતા અને છત ઉપર પ્લાસ્ટિકની પાટીથી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.