1 કલાક પેહલા
- કૉપી લિંક
સામંથા રૂથપ્રભુએ શુક્રવારે એક સ્ટોરી શેર કરીને પોતાને ચિકનગુનિયા હોવાની માહિતી ચાહકોમાં શેર કરી હતી. પોતાની ગંભીર બીમારી વિશે માહિતી આપવા માટે, અભિનેત્રીએ તેના વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે અને કહ્યું છે કે તે આ સ્થિતિમાં પણ હાર માની રહી નથી.
સામંથા રૂથપ્રભુએ તાજેતરમાં જ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી જીમમાં ઇન્ટેન્સ વર્કઆઉટ કરતી જોવા મળે છે. આ સાથે અભિનેત્રીએ લખ્યું છે કે, ચિકનગુનિયાથી સાજા થવામાં કેટલી મજા આવે છે. સાંધાનો દુખાવો અને બીજું ઘણું બધું
નોંધનીય છે કે, સામંથા રૂથપ્રભુ પોતાની તબિયતના કારણે ઘણા સમયથી ચર્ચામાં છે. વર્ષ 2022માં સામંથાએ જણાવ્યું હતું કે તેને માયોસાઇટિસ નામની દુર્લભ બીમારી છે. આ એક પ્રકારનો ઓટો-ઇમ્યુન રોગ છે જેમાં શરીરની માંસપેશીઓ ધીરે ધીરે નબળી પડી જાય છે. આ સ્થિતિમાં ચાલવામાં અને ઊભા થવામાં તકલીફ પડે છે.
બીમારીના કારણે ફિલ્મોમાંથી બ્રેક લીધો હતો થોડા સમય પહેલા અભિનેત્રી એમેઝોન પ્રાઇમની સીરિઝ ‘સિટાડેલઃ હની બન્ની’માં જોવા મળી હતી. આ ફિલ્મની એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન, સામંથાએ જણાવ્યું હતું કે ‘સિટાડેલ: હની બન્ની’ સિરીઝના શૂટિંગ દરમિયાન તેને માયોસિટિસનું નિદાન થયું હતું. તબિયત ખરાબ હોવાને કારણે અભિનેત્રીએ શ્રેણી છોડવાનો નિર્ણય કર્યો અને કારકિર્દીમાંથી બ્રેક લીધો.
ધ હોલિવૂડ રિપોર્ટર સાથેની એક મુલાકાતમાં સામંથાએ જણાવ્યું કે તેણે સીરિઝ છોડવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મેકર્સે તેને પ્રોત્સાહિત કરી અને સેટ પર જ તેના માટે તમામ સુવિધાઓ પૂરી પાડી. આ જ ઈન્ટરવ્યૂમાં વરુણ ધવને જણાવ્યું છે કે શૂટિંગ સમયે સામંથાની તબિયત એટલી ખરાબ હતી કે તે સેટ પર બે વાર બેહોશ થઈ ગઈ હતી. સેટ પર તેના માટે ઓક્સિજન ટેન્ક આવતી હતી અને તે એકલી બેસીને ઓક્સિજન લેતી હતી.
આ દિવસોમાં સામંથા રૂથાપ્રભુ આગામી સિરીઝ ‘રક્ત બ્રહ્માંડ: ધ બ્લડી કિંગડમ’ પર કામ કરી રહી છે. આ સિરીઝનું શૂટિંગ ચાલી રહ્યું છે.