અમરેલી જિલ્લાના ધારી-ચલાલા માર્ગ પર વહેલી સવારે બે એસટી બસો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સતાધાર-તળાજા રૂટની એસટી બસ અને ફતેપુર-ધારી રૂટની એસટી બસ વચ્ચે બેલેન્સ ગુમાવતા અકસ્માત થયો હતો. બંને બસોમાં કુલ 40 જેટલા મુસાફરો સવાર હતા, જેમાં દરેક બસમાં 20-20 મ
.
અકસ્માતને પગલે મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, મોટી દુર્ઘટના ટળી હતી અને તમામ મુસાફરો સહી સલામત બચી ગયા હતા. માત્ર બંને બસના ડ્રાઈવરોને સામાન્ય ઈજાઓ થઈ હતી, જેમાંથી એક ડ્રાઈવરને ચલાલા અને બીજાને અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતને કારણે એક કલાક સુધી માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતાં ચલાલા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતની તપાસ હાથ ધરી હતી. પોલીસે એક કલાક સુધી જામ થયેલા ટ્રાફિકને દૂર કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો કે કોઈ જાનહાનિ થઈ નથી.