મહેસાણા આરટીઓ કચેરી નજીક ખારી નદી ઉપર બનનાર બ્રિજને લઇ માર્ગ-મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝનના રોડનું કામ શરૂ કરાયું છે. એપ્રિલ-2026 સુધીમાં નદી પર રૂ.35 કરોડના ખર્ચે નવો બ્રિજ બનીને તૈયાર થઇ જશે. એટલે કે, આગામી 15 મહિના માટે અમદાવાદથી મહેસાણા તરફ આવતાં વ
.
આરટીઓ નજીક આવેલી ખારી નદી પર અમદાવાદથી મહેસાણા તરફ આવતાં નીચા બ્રિજને તોડી રૂ.35 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવાશે. આ માટે પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઇ છે. જેમાં વૈકુંઠધામથી શિવગંગા ફ્લેટ નજીક સર્વિસ રોડ સુધી વાહનોને ડાયવર્ઝન અપાશે. આ માટે હાલ ખારી નદીના પટમાં ડાયવર્ઝન રોડ બનાવાનું કામ ચાલી રહ્યું છે. નદીના પાણીનો પ્રવાહ ન રોકાય તે માટે પાઇપો બિછાવાઇને તેના પર ડાયવર્ઝન રોડ બનાવાઇ રહ્યો છે. ઉત્તરાયણ બાદ શુભમુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે નવિન બ્રિજનું ખાતમુહૂર્ત કરાશે. ત્યાર બાદ બ્રિજ નિર્માણનું કામ શરૂ કરાશે. આ બ્રિજ એપ્રિલ-2026 સુધીમાં બની તૈયાર થઇ જશે. એટલે કે, આગામી 15 મહિના સુધી અમદાવાદથી મહેસાણા તરફ આવતાં વાહનોને નદીના પટમાં બનેલા ડાયવર્ઝન રોડ પરથી પસાર થવાનું રહેશે. બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ આગામી વર્ષે બ્રિજની નીચે એક રોડ બનાવવામાં આવશે. આ રોડ બાલાજી સ્ટેટસ સામે સર્વિસ રોડથી નીકળીને સામે શિવગંગા ફ્લેટના સર્વિસ રોડને જોડશે. આ રોડ બની ગયા બાદ હાઇવેના એક બાજુથી બીજી બાજુ જવાનું સરળ બની જશે.
વૈકુંઠધામથી શિવગંગા ફ્લેટ નજીક સર્વિસ રોડ સુધી વાહનોને ડાયવર્ઝન આપવામાં આવશે
અેક્સક્લુઝિવ
આ મહિનામાં મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત બાદ બ્રિજનું કામ શરૂ થતાં ડાયવર્ઝનનો અમલ કરાશે
મહેસાણા આરટીઓ નજીક ખારી નદી ઉપર એપ્રિલ-2026 સુધીમાં 35 કરોડના ખર્ચે નવો બ્રિજ બનીને તૈયાર થઇ જશે
માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલ ડાયવર્ઝનનું કામ શરૂś કરાયું છે.
ખારી નદી પર બનનાર બ્રિજનું કામ 15 મહિના સુધી ચાલશે. આ દરમિયાન આગામી ચોમાસાની ઋતુમાં ખારી નદીનું જળસ્તર વધશે એટલે સર્વિસ રોડ પરથી વાહનોની અવર-જવર બંધ થશે. જ્યાં સુધી નદીનું જળસ્તર ન ઘટે ત્યાં સુધી વાહન વ્યવહારને હયાત ટુ-લેન બ્રિજ પરથી પસાર કરવામાં આવશે. જો કે, અમદાવાદ-પાલનપુરને જોડતો રોડ હોવાથી આ દરમિયાન ટ્રાફિક સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે છે. આગામી ચોમાસામાં ટ્રાફિકની સમસ્યા વધી જશે તો અમદાવાદ તરફથી આવતાં વાહનોને શિવાલા સર્કલથી બાયપાસ પર ડાયવર્ટ કરવા પડી શકે છે.
રાધનપુર રોડનું રિસર્ફેસિંગનું કામ ઉત્તરાયણ બાદ શરૂ થશેમહેસાણા શહેરના સીજી રોડ તરીકે ઓળખાતા રાધનપુર રોડના રિસર્ફેસિંગ માટે અત્યાર સુધીમાં બે વખત ટેન્ડર કરાયું છે. જોકે, બંને વખત સરકારે નક્કી કરેલા ખર્ચ કરતાં ટેન્ડર ઊંચું આવતાં રિસર્ફેસિંગનું કામ અટક્યું હતું. હવે ઉત્તરાયણ બાદ લગભગ 4 કિલોમીટરના રોડનું રિસર્ફેસિંગ કામ હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, 12 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ થતાં શહેરીજનોની પડતી હાલાકીથી રાહત મળશે.