3 કલાક પેહલા
- કૉપી લિંક
14-01-2025=6 નંબરનો અંક તમારા જીવનમાં સફળતા, ભાગ્ય, સંપત્તિ લઈને આવશે. કારણકે આ દિવસે ઉત્તરાયણ છે અને સૂર્ય પોતાની દક્ષિણાયન ગતિ પૂર્ણ કરી ઉત્તરાયણમાં પ્રવેશ કરશે. આથી આપણે મકરસંક્રાંતિ ઉજવીએ છીએ કેમ કે મકરનો સૂર્ય અતિ બળવાન બની જાય છે. આ વીડિયોમાં બે યંત્ર આપેલા છે એક યંત્રનું નામ છે લોશુ ગ્રીડ અને બીજા યંત્રનું નામ છે પંદરા યંત્ર. આ બંને યંત્રને બે બાય બે ઇંચના કાગળ ઉપર ચીતરવાના છે. કોઈપણ શાહી વડે ચીતરી શકાય ત્યારબાદ તેને પુઠા ઉપર ચોંટાડી આ બંને યંત્રની વચ્ચે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટાની પાછળ તમારી એક WISH એટલે કે ઈચ્છા લખી અને મુકવાની છે. યંત્રને નાડા છળી વડે બાંધી દેવાનું છે આ યંત્ર માત્ર કાગળ પર જ નહિ પણ તાંબાની ધાતુમાં, સોનુ, ચાંદી પંચધાતુમાં પણ બનાવી શકાય છે અને ત્યારબાદ આ યંત્ર તૈયાર કરી તમારે રાત્રે તકિયા નીચે રાખવાનું છે. આ યંત્રને દિવસે ખિસ્સામાં રાખવાનું છે અને ઓફિસ જાવ ત્યારે ડ્રોઅરમાં રાખવાનું છે.
આમ કરવાથી માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં જાતકનું ભવિષ્ય ઉજળું થાય છે જાતક સંપત્તિવાન સમૃદ્ધિવાન અને સફળ બને છે. બંને યંત્રોની ખાસિયત એ છે કે બંને યંત્રોની આડી લીટી, ઉભી લીટી ,ત્રાસી લીટીનો સરવાળો 6 થાય છે અને અંકશાસ્ત્રમાં અંક 6 ભૌતિકવાદ ,સ્વર્ગીય સુખ ,વૈકુંઠ સમાન સુખ સાથે સંકળાયેલો છે.