25 મિનિટ પેહલા
- કૉપી લિંક
સોનાક્ષી સિંહા હંમેશા તેના શાનદાર સ્વભાવ માટે જાણીતી છે, પરંતુ હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે પાપારાઝી પર ગુસ્સે થતી જોવા મળી રહી છે. સોનાક્ષી હાલમાં જ એક ઇવેન્ટમાં પહોંચી હતી, જ્યાં પાપારાઝી સતત તેના ફોટા ક્લિક કરી રહ્યા હતા. જેના કારણે એક્ટ્રેસ ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી.
વાઈરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સોનાક્ષી કોઈની સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન, પાપારાઝીએ તેને ઘેરી લીધો અને તેના ફોટા ક્લિક કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી સોનાક્ષી ચિડાઈ ગઈ અને પાપારાઝીને કહેતી જોવા મળી, ‘બસ, હવે અહીંથી જાઓ, પ્લીઝ તમે જાતા રહો.’
‘કોઈએ રામાયણ વિશે પૂછ્યું હશે’ એક યુઝરે લખ્યું – તે ખૂબ જ ઓવર રિએક્ટ કરી રહી છે. બીજાએ લખ્યું – કોઈએ રામાયણ વિશે પૂછ્યું હશે. તો કેટલાક લોકો એક્ટ્રેસના સ્પોર્ટમાં આવ્યા અને લખ્યું કે- જો તમે 24 કલાક કેમેરા લઈને તેની પાછળ રહો તો કોઈને પણ ગુસ્સો આવે. તેમનો ગુસ્સો જોઈને કેટલાક લોકોને જયા બચ્ચન યાદ આવી ગયા.
આ પહેલીવાર નથી કે જ્યારે કોઈ સ્ટાર પોતાની પ્રાઈવસીના કારણે પાપારાઝી પર ગુસ્સે થયો હોય. આ પહેલા સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તેની ટીમના સભ્યો પાપારાઝીને ગાળો આપતા જોવા મળ્યા હતા. પાપારાઝી જ્યારે કીર્તિ તેની કારમાં બેઠી હતી ત્યારે તેની તસવીરો લેવાનો પ્રયાસ કરી રહી હતી. આ જોઈને કીર્તિની ટીમના સભ્યો ગુસ્સે થઈ ગયા અને પાપારાઝીને તેમની પ્રાઈવસીનો ભંગ કરવા બદલ ઠપકો આપ્યો.
સોનાક્ષી સિન્હાએ 23 જૂન 2024ના રોજ ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા છે. તેના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં નિકિતા રોય અને ધ બુક ઓફ ડાર્કનેસમાં જોવા મળશે, જેમાં પરેશ રાવલ અને સુહેલ નય્યર મુખ્ય ભૂમિકામાં હશે.