વડોદરામાં રાષ્ટ્રીય યુવા દિવસ અને સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અંબે વિદ્યાલય, જય અંબે વિદ્યાલય અને અંબે સ્કૂલ (સીબીએસઈ)ના સંયુક્ત ઉપક્રમે કારેલીબાગ સ્થિત અંબે સર્કલ, અમિત નગર બ્રિજ નીચે આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમા
.
આ પ્રસંગે સાંસ્કૃતિક સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ શંકરલાલ ત્રિવેદી અને શકુંતલાબેન મહેતા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અમિત શાહની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રુપની વિવિધ શાળાઓના આચાર્યો અને શિક્ષકો જોડાયા હતા. કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી કાઉન્સિલના હેડ બોય, હેડ ગર્લ અને હાઉસ કેપ્ટન સહિતના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના વાલીઓએ પણ આ પ્રસંગે હાજરી આપી હતી. યુવા પેઢીને સ્વામી વિવેકાનંદના આદર્શો અને વિચારોથી પ્રેરણા મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.