Surat News : સુરતના માંગરોળના કોસંબામાં 20 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમી સાથે વાત કરી રહી હતી. જેની પિતાને જાણ થતા દીકરીને ઠપકો આપીને ફોન લઈ લીધો હતો. જેને લઈને વિદ્યાર્થિનીને માઠું લાગતા લોહી વધારવા માટેની આયર્નની 18 જેટલી ગોળી ગળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી વિદ્યાર્થિની તબિયત લથડતાં તેને સારવાર અર્થે કોસંબાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, સમયસર વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ જતા તેનો જીવ બચ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ‘ધોકો ઉપાડો, એકેય માવો થૂંકવાની હિંમત નહીં કરે…’ હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ ચર્ચામાં
ડીવાયએસપીએ શું કહ્યું?
સમગ્ર મામલે સુરત ગ્રામ્ય ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, ‘ઘટના અંગે કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે યુવા વર્ગને વધુ પડતા મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ ન કરવા અને તેનાથી દૂર રહેવા અપીલ કરી. જો કે, આ બનાવમાં વિદ્યાર્થિની હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.’