ઉતરાયણની ઉજવણી પહેલાં જ ઝઘડો
માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની અડાલજ પોલીસમાં ફરિયાદ
ગાંધીનગર : ઉતરાયણના દિવસે પતંગ ચગાવવાની વાતે માથાકુટના બનાવો નોંધાતા
હોય છે. પરંતુ ગાંધીનગરના શેરથા ગામે થયેલી આગોતરી બબાલ પોલીસ સ્ટેશન સુધી પહોચી
હતી. અહી પતંગની દોરી તોડી નાંખવાની વાતે બોલાચાલી થયા બાદ મહિલાને પાડોશમાં રહેતા
તેના કુટુંબી ભાઇ સહિત પરિવારજનોએ માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની
ફરિયાદ નોંધાતા અડાલજ પોલીસે તપાસ શરૃ કરી હતી.
શેરથા ગામે કસ્તુરીનગરમાં રહેતી સોનલબેન ભાઇલાલ ઠાકોર નામની
મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના કુટુંબી ભાઇ વિક્રમ રાજુજી ઠાકોર, મધુબેન રાજુજી
ઠાકોર અને તેજલબેન ગૌતમભાઇ ઠાકોરના નામ લખાવ્યાં છે.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સોનલબેન તેના ભત્રિજા અને જમાઇ
સાથે ઘરના ધાબા પરથી પતંગ ચગાવી રહ્યા હતાં. જ્યારે આરોપીઓ તેના ઘરના ધાબા પરથી
પતંગ ઉડાડી રહ્યા હતાં. ત્યારે પતંગની દોરી કાપી નાંખવા બાબતે આરોપીઓએ ઝગડો કર્યો
હતો અને ઘર પાસે આવી નીચે બોલાવી વિક્રમ ઠાકોરનું ઉપરાણુ લઇને તમામ આરોપીએ ગડદા
પાટુનો માર માર્યો હતો. વધારામાં અમારા ઘરનું નામ લેશઓ તો જાનથી મારી નાંખીશુ તેવી
ધમકી આપી હતી. માર પડવાના કારણે ઇજાગ્રસ્ત બનેલી મહિલાને ખાનગી દવાખાનામાં સારવાર
માટે ખસેડવામાં આવતાં નાકના ભાગે ફ્રેક્ચર થયાનું નિદાન થયુ હતું. પોલીસે ફરિયાદના
પગલે કાયદેસરની કાર્યવાહી કરી હતી.