52 મિનિટ પેહલા
- કૉપી લિંક
14 જાન્યુઆરી, મંગળવારે કર્ક રાશિમાં ચંદ્ર અને મંગળની યુતિ, ધન રાશિમાં સૂર્ય અને બુધની યુતિ, કુંભ રાશિમાં શુક્ર અને શનિ યુતિ, વૃષભ રાશિમાં ગુરુ યુતિ તેમજ મીન રાશિમાં રાહુ અને કન્યા રાશિમાં કેતુ ભ્રમણ કરે છે, સંક્રાંતિ 45 મુહૂર્તની છે. સંક્રાંતિના ફળકથનમાં કુંડળી, વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ વગેરેની બાબતોનો અભ્યાસ કરી સમયનું ફળકથન કરાય છે.
સંક્રાંતિનું ફળ કથન
- તિથિપોષ વદ: 1
- નક્ષત્ર : પુનર્વસુ
- યોગ: વિષકુંભ
- કરણ: બાલવ
- રાશિ: કર્ક
- કુંડળીમાં લગ્ન: મકર
45 મુહૂર્તની સંક્રાંતિની અસર કેવી રહેશે? 45 મુહૂર્તની સંક્રાંતિ બજારમાં ભાવ ઘટાડાનું સૂચન કરે છે. જેમાં શેર બજાર, કોમોડિટી બજાર અને સોના-ચાંદીમાં ભાવમાં ઘટાડો આવી શકે છે. એક ગણતરી મુજબ તા. 16/17 જાન્યુઆરી આસપાસ સોના-ચાંદીમાં મોટી વધઘટ બાદ એકવાર ભાવ ઉછાળો સંભવિત છે.
મકર સંક્રાતિના દિવસે ભક્તોએ સૂર્યની વિશેષ પૂજા કરવી જોઈએ. જેમાં સૂર્યમંત્ર, કવચ, સ્તોત્રના પાઠ કરવા જોઈએ. જેમની કુંડળીમાં સૂર્ય નિર્બળ હોય, આત્મવિશ્વાસ ઓછો હોય, તેવા લોકો ખાસ ભક્તિ કરવી જોઈએ. જેથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. જેમની કુંડળીમાં સૂર્ય સાતમે હોય કે ચોથે હોય તેઓને એક સામાન્ય નિયમ મુજબ અજંપો રહેતો હોય તેવું એક અનુભવમાં જોવા મળેલું છે. આવા લોકો જો દરરોજ સૂર્ય જાપ કે પાઠ કરે તો ઘણી રાહત મળતી હોય છે.
ભક્તો યથા શક્તિ દાન કરી શકે છે મકર સંક્રાંતિના દિવસે દાન કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભક્તો યથાશક્તિ મુજબ દાન કરતા હોય છે. જેમાં ઘઉં, ગોળ, તલ, શેરડી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત ઠંડીની ૠતુ છે એટલે ઘણીવાર ભક્તો દ્વારા ગરમ કપડાં (ધાબળા, સ્વેટર) જેવી ચીજવસ્તુઓ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપતા હોય છે. ક્યાંક કોઈ સારવારની દવા જેવી વસ્તુ પણ આપે છે. સંક્રાંતિના દિવસે સૂર્ય પૂજા ઉપરાંત દાનનું મહત્ત્વ હોય છે.