સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્ય જોવા મળે છે. પીએસઆઇએ ફીરકી પકડી હતી, જ્યારે પીઆઇ પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીનો પતંગ સરર કરીન
.
પોલીસ સ્ટેશનના ધાબા પર આયોજન કાપોદ્રા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઇ એમ. આર. સોલંકીએ જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા.
દિવ્યાંગોના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ. જોકે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમણે ક્યારે આવી ઉજવણી ન કરી હોય અને તેમની સાથે આ ઉજવણી કરવામાં આવે તો તેનો આનંદ જ કંઈક અલગ હોય છે. કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે આ ઉજવણી કરવામાં આવતા તમામ દિવ્યાંગો ખૂબ જ ખુશીમાં જોવા મળી રહ્યા છે.
પતંગો પર સ્લોગન લખી લોક જાગૃતિનું કાર્ય આ ઉત્તરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ-અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને ચેડતીના બનાનવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિકના નિયમો, નો ડ્રગ્સ ઇન સિટી સહિતના અલગ-અલગ સ્લોગનો પતંગો પર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સાથે જ વાહનચાલકોને સેફ્ટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
એમ. આર. સોલંકી, પીઆઈ.