- Gujarati News
- Business
- It Is Trading At 76,700, Nifty Also Fell 200 Points; NSE Realty Sector Saw The Biggest Decline
મુંબઈ57 મિનિટ પેહલા
- કૉપી લિંક
સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે (13 જાન્યુઆરી) સેન્સેક્સમાં લગભગ 700નો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 76,700ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ લગભગ 200 પોઈન્ટ ઘટીને 23,250 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર એકમાં જ તેજી છે જ્યારે બાકીના 29 શેરમાં ઘટાડો છે. તેમજ, નિફ્ટીના 50 શેરોમાંથી બેમાં તેજી છે અને 48માં ઘટાડો છે. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં રિયલ્ટી સેક્ટર 2.13%ના સૌથી મોટા ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે, ઓટોમાં 1.15%, મેટલમાં 1.31%, તેલ અને ગેસમાં 1.18% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1.39%નો ઘટાડો છે.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો
- છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (10 જાન્યુઆરી) એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કેઈ 1.05% તૂટ્યો હતો. તેમજ, કોરિયાનો કોસ્પી આજે 1.21%ના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
- NSEના ડેટા અનુસાર, 10 જાન્યુઆરીએ વિદેશી રોકાણકારો (FII)એ રૂ. 2,254.68 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 3,961.92 કરોડના શેર ખરીદ્યા હતા.
- 10 જાન્યુઆરીએ અમેરિકાનો ડાઓ જોન્સ 1.63% ઘટીને 41,938 પર બંધ થયો હતો. S&P 500 ઇન્ડેક્સ 1.54% ઘટીને 5,827 પર જ્યારે નેસ્ડેક ઇન્ડેક્સ 1.63% ઘટીને 19,161ની સપાટીએ બંધ થયો.
લક્ષ્મી ડેન્ટલનો IPO આજથી ખુલશે, 15 સુધી રોકાણની તક
લક્ષ્મી ડેન્ટલ લિમિટેડનો IPO આજથી રોકાણકારો માટે ખુલી રહ્યો છે. રોકાણકારો આ ઈસ્યુ માટે બુધવાર, 15 જાન્યુઆરી સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 20 જાન્યુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
કંપની આ ઈસ્યુ દ્વારા કુલ ₹698.06 કરોડ એકત્ર કરવા માંગે છે. આ માટે, કંપનીના હાલના રોકાણકારો ₹560.06 કરોડના 1,30,85,467 શેર વેચી રહ્યા છે. આ સાથે, કંપની ₹138 કરોડના 32,24,299 નવા શેર ઈશ્યુ કરી રહી છે.
ગયા સપ્તાહે શેરબજાર 1845 પોઈન્ટ ઘટ્યુ હતું.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે (10 જાન્યુઆરી) સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટીને 77,378 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 95 પોઈન્ટ ઘટીને 23,431ના સ્તરે બંધ થયો હતો. BSE સ્મોલકેપ 1298 પોઈન્ટના ઘટાડા સાથે 52,722 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 22 ઘટ્યા અને 8માં તેજી રહી હતી. નિફ્ટીના 50 શેરોમાંથી 36 ઘટ્યા અને 14માં તેજી રહી. જ્યારે એક શેર કોઈપણ ફેરફાર વગર બંધ રહ્યો હતો. NSE સેક્ટોરલ ઇન્ડેક્સમાં IT સેક્ટરનો હિસ્સો 3.44% છે. આ સિવાય તમામ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. મીડિયા સેક્ટરમાં સૌથી વધુ 3.59%નો ઘટાડો થયો છે. તેમજ, એક અઠવાડિયાના કારોબાર પછી, શેરબજારમાં 1845 પોઇન્ટનો ઘટાડો થયો છે.