તપોવન યુવા એલ્યુમની ગ્રૂપ (ત્યાગ) અને તપોવન સંસ્કારપીઠ દ્વારા આયોજિત મહામિલન-2025માં યુવા કાર્યકર્તા જૈનમ શાહને પ્રતિષ્ઠિત ‘તપોવન રત્ન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. BBA, LLB (કાયદા)નો અભ્યાસ પૂર્ણ કરી રહેલા જૈનમ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક ક્
.
કોરોના મહામારી દરમિયાન તેમણે ત્યાગ સંસ્થા મારફતે રાષ્ટ્રસેવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું હતું. તેઓ જૈન તીર્થોની સુરક્ષા, પશુ કલ્યાણ અને સામાજિક સુધારણા માટે પણ સક્રિય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારને રાષ્ટ્રહિત અને સાંસ્કૃતિક સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પ્રસ્તાવો રજૂ કરનાર જૈનમ શાહ સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ માટે નિરંતર કાર્યરત છે. તેમની આ બહુઆયામી સેવાઓને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.