ચેન્નાઈ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
તમિલનાડુના પલાકોડુની એક સ્કૂલમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થિનીઓ વોશરૂમ સાફ કરતી જોઈ શકાય છે. વાઇરલ થઈ રહેલા વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મમાં યુવતીઓ ઝાડુ મારતી જોવા મળી રહી છે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે તમામ સફાઈ કરનારા વિદ્યાર્થીઓ દલિત સમુદાયના છે. તેમના માતા-પિતાએ જણાવ્યું કે બાળકો જોડે બાથરૂમ સાફ કરવા ઉપરાંત પાણી લાવવા અને કેમ્પસની સફાઈ પણ કરાવવામાં આવે છે. મામલો ઉગ્ર બનતા જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને બરતરફ કરી દીધા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂલમાં માત્ર 1થી 8 સુધીના જ વર્ગો છે. શાળામાં દલિત સમાજના 150 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તેમના માતા-પિતાએ જણાવ્યું હતું કે બાળકો ઘણીવાર શાળામાં સફાઈના કામથી થાકીને ઘરે પાછા ફરે છે.
ટોઇલેટ સાફ કરતા બાળકોની તસવીરો…
વાઇરલ વીડિયોમાં પલાકોડુના બાળકો સ્કૂલના ટોઇલેટની સફાઈ કરતા જોવા મળ્યા હતા.
શાળાના બાળકોના હાથમાં ઝાડુ અને ટોઇલેટ ક્લીનર હતા.
વાલીઓએ જણાવ્યું કે બાળકોને સફાઈ કામ કરાવવામાં આવે છે. તેનાથી તેઓ થાકી જાય છે.
માતા-પિતાએ કહ્યું- બાળકોની હાલત જોઈને દિલ દુઃખે છે
વીડિયો વાયરલ થયા બાદ એક વિદ્યાર્થીની માતાએ કહ્યું- અમે અમારા બાળકોને સફાઈ કરવા માટે નહીં, પરંતુ ભણવા માટે શાળાએ મોકલીએ છીએ. જ્યારે તેઓ ઘરે આવે છે ત્યારે તેઓ ખૂબ થાકેલા હોય છે.
વિદ્યાર્થીની માતાએ કહ્યું કે જ્યારે અમે તેમને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમણે ભણવાને બદલે શાળા અને શૌચાલયની સફાઈમાં સમય પસાર કર્યો હતો. બાળકોની હાલત જોઈને દિલ દુઃખે છે અને લાગે છે કે શિક્ષકો તેમની ભણાવવાની જવાબદારી પર ધ્યાન આપતા નથી.
જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું- તપાસ ચાલી રહી છે, કાર્યવાહી કરવામાં આવશે
જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું છે કે વાઇરલ થઈ રહેલા વીડિયો અને વાલીઓની વધતી ચિંતાને લઈને ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. આચાર્યને બરતરફ કરવામાં આવ્યા છે. બાળકોના અધિકારો અને તેમનો વિકાસ અમારી પ્રાથમિકતા છે.