સોમ લલિત કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યોગ અને આયુર્વેદના મહત્વ વિશે એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યોગ અને નેચરોપથીના નિષ્ણાત ડૉ. હેમેન્દ્ર ખમારે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ખમારે વિદ્યાર
.
કાર્યક્રમમાં ડૉ. ખમારે જણાવ્યું કે, આજના સમયમાં યુવાનોમાં તણાવ, ચિંતા અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધી રહી છે, જેના માટે યોગ અને આયુર્વેદ એક કારગર ઉપાય છે. તેમણે વિદ્યાર્થીઓને પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ પણ શીખવાડી હતી. આ સેશનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને યોગ-આયુર્વેદ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી.