53 મિનિટ પેહલા
- કૉપી લિંક
હૃતિક રોશનની ડેબ્યૂ ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ને રિલીઝ થયાને 25 વર્ષ થઈ ગયા છે. એક્ટરે સોશિયલ મીડિયા પર તેની 27 વર્ષ જૂની નોટ્સ શેર કરી છે, જે તેણે ફિલ્મની તૈયારી દરમિયાન લખી હતી.
શેર કરેલી પોસ્ટમાં હૃતિક રોશન લખ્યું- 27 વર્ષ પહેલાની મારી નોટ્સ. એક એક્ટર તરીકે મારી પ્રથમ ફિલ્મની તૈયારી કરતી વખતે હું જે નર્વસનેસ અનુભવી રહ્યો હતો. આજે પણ તે નવી ફિલ્મના શૂટિંગ દરમિયાન થાય છે. મને આ બધું શેર કરવામાં શરમ આવશે, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં 25 વર્ષ પછી મને લાગે છે કે હું તેને હેન્ડલ કરી શકીશ.
હૃતિકે આગળ કહ્યું- આ સફરમાં ઘણું બધું છે જેના માટે હું આભારી છું. હજુ ઘણું કરવાનું બાકી છે. આજે ‘કહો ના પ્યાર હૈ’ ફિલ્મ 25 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ નોટ્સને જોઈને મને લાગે છે કે આ સમયગાળા દરમિયાન કંઈ બદલાયું નથી. મને ખબર નથી કે આ સારું છે કે ખરાબ, પણ આ સત્ય છે.
હૃતિક રોશને નોટના એક ભાગમાં લખ્યું હતું – એક જીવન, એક તક, તેને વેડફશો નહીં, નાની નિષ્ફળતાની ચિંતા કરશો નહીં… બસ આગળ વધતા રહો, તૂટશો નહીં. તેમાં એવું પણ લખેલું હતું કે તમે ઈચ્છો તે રીતે કરો, કારણ કે એ જ શ્રેષ્ઠ માર્ગ છે. અટક્યા વિના બોલવાની ટેવ પાડો. એવું હવે નથી થતું, મનમાં જ છે. તમારા અંતરમન પર વિશ્વાસ કરો, તેઓ તમને નિરાશ નહીં કરે.
‘કહો ના પ્યાર હૈ’ આ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2000ના રોજ રિલીઝ થઈ હતી. અમીષા પટેલે પણ આ ફિલ્મ દ્વારા હૃતિક રોશન સાથે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા મેળવી હતી. ફિલ્મના ગીતો અને હૃતિક રોશનના ડાન્સે તે સમયે લોકોના દિલ અને દિમાગ બંનેને વશમાંં કરી લીધા હતા. આ ફિલ્મે એવોર્ડની બાબતમાં પણ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.