સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ, સુરત દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી નિમિત્તે શ્રીમતી એમ.એમ. ખેની ભવન ખાતે એક અનોખા કાર્યક્રમ ‘લગ્નજીવનનું પંચામૃત’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200થી વધુ નવદંપતિઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ. દેવાંગ
.
VNSGUના સાયકોલોજી વિભાગના વડા ડૉ. રૂદ્રેશભાઈ વ્યાસે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વર્તમાન સમયની લગ્નજીવનની સમસ્યાઓ અને તેના ઉકેલ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં પ્રેક્ટિકલ એક્ટિવિટી દ્વારા દંપતિઓને શીખવવામાં આવ્યું કે, કેવી રીતે આર્થિક પરિસ્થિતિ અને બાહ્ય પરિબળોની સમસ્યાઓનો સામનો કરવો. વિશેષ રૂપે, સાસરિયા પક્ષને પણ દંપતિઓના જીવનમાં બિનજરૂરી દખલગીરી ન કરવાની સલાહ આપવામાં આવી હતી.
વરાછા અને કતારગામ સહિત સમગ્ર સુરતમાંથી આવેલા દંપતિઓએ સમજણ, સુલેહ, સાથ, સુમેળ અને શાંતિથી જીવન જીવવાની પ્રતિજ્ઞા લીધી. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ વેલજી શેટા, ઉપપ્રમુખ રવજી પાનસુરીયા, મંત્રી સુરેશચંદ્ર પટેલ, ઉપમંત્રી ઉમેશ ગોટી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.