ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદ(IIMA) ખાતે એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટ કેઓસની 30મી આવૃત્તિ યોજાઈ. કેઓસ અંતર્ગત કેમ્પસમાં મ્યુઝિકલ ઈવેન્ટ, ડાન્સ પરફોર્મન્સ, નાટક, ફેશન શૉ, થિયેટર અને નોલેજ સેશન યોજાયા હતા. ‘Déjà vu’ થીમ પર આયોજિત કેઓસ 2025માં 90s વાઈબ્સ સાથે સમગ્ર કેમ્પસમાં તેની ડિઝાઇન અને ડેકોરેશન પણ કરવામાં આવ્યું હતું. ચાર દિવસીય કલ્ચરલ ફેસ્ટમાં પં. વિશ્વ મોહન ભટ્ટે તેમની મોહન વીણાની પ્રસ્તૃતિથી લોકોને મંત્રમૃગ્ધ કર્યા. તો અમિત ત્રિવેદીનું રોકિંગ પરફોર્મન્સ 90s કિડ્સ માટે નોસ્ટાલ્જિક રહ્યું હતું. IIM અમદાવાદના વાર્ષિક સાંસ્કૃતિક મહોત્સવ ‘કેઓસ’નું 30મું સંસ્કરણ 9થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન ભવ્ય રીતે યોજાયું હતું. ‘Déjà vu’ થીમ પર આધારિત આ મહોત્સવમાં માસ્ટરક્લાસિસ, ઇમર્સિવ વર્કશોપ અને સાંસ્કૃતિક સ્પર્ધાઓ, સ્પીકર્સ ટોક સહિત સેલિબ્રિટી નાઇટ્સમાં રંગારંગ પ્રસ્તૃતિઓ થકી 90ના દાયકાની યાદગાર ક્ષણો પુનર્જીવિત થતી જાવા મળી હતી, જેમાં દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ચાર દિવસના આ મહોત્સવમાં ત્રણ વખત ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજે ભારતીય અને વૈશ્વિક સંગીતનો સમન્વય રજૂ કર્યો હતો, જ્યારે સંગીતકાર અમિત ત્રિવેદીએ તેમના હિટ ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. મહોત્સવનું સમાપન પાઈનેપલ એક્સપ્રેસ અને DJ ટ્રેમેન્ટના ધમાકેદાર પરફોર્મન્સ સાથે થયું હતું. મહોત્સવમાં વિવિધ ક્ષેત્રના દિગ્ગજોના વક્તવ્યો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા, જેમાં રાજ્યસભા સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદી સહિતના મહાનુભાવોએ પર્યાવરણ, રાજકારણ, ઉદ્યોગસાહસિકતા અને ન્યાયતંત્ર જેવા વિષયો પર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે સંગીત, નૃત્ય, નાટક અને કલાના વિવિધ કાર્યક્રમોએ મહોત્સવને યાદગાર બનાવ્યો હતો.
Source link