32 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાની એફબીઆઈ એક ભારતીય યુવકને શોધી રહી છે. આ ભારતીય યુવક પર અમેરિકાએ 250,000 ડોલરનું ઈનામ પણ જાહેર કર્યુ છે. સૌથી મોટી વાત એ છે કે આ ભારતીય હવે FBIના મોસ્ટ વોન્ટેડ 10 ભાગેડુઓની યાદીમાં સામેલ કર્યો છે. આ યુવક અમદાવાદનો રહેવાસી છે અને પત્ની સાથે અમેરિકામાં રહેતો હતો. જેને અમેરિકાની પોલીસ શોધી રહી છે.
32 વર્ષના અમદાવાદીને શોધી રહી છે અમેરિકાની પોલીસ
ગુજરાતના અમદાવાદનો રહેવાસી ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલ તેમની પત્ની પલક સાથે અમેરિકામાં કોફી શોપમાં કામ કરતા હતા. બંનેના લગ્નને થોડા સમય થયા બાદ જ તેઓ અમેરિકા ગયા હતા અને વર્ક વિઝા પર હતા. તપાસમાં જાણવા મળ્યું કે પલકના વિઝાની મુદત તેના મૃત્યુના લગભગ થોડા દિવસો પહેલા પૂરી થઈ ગઈ હતી. એવું માનવામાં આવે છે કે પલક ભારત પરત ફરવા માંગતી હતી. પરંતુ, પટેલ તેની વિરુદ્ધમાં હતો અને તેથી તેણે પલકની હત્યા કરી હતી. એફબીઆઈને શંકા છે કે હત્યા બાદ પટેલ કેનેડા અથવા એક્વાડોર ભાગી ગયો છે.
ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ની ટોપ 10 યાદીમાં સામેલ તે ભાગેડુનું નામ ભદ્રેશ કુમાર પટેલ છે, જેને અમેરિકા શોધી રહ્યું છે. ભદ્રેશ અમેરિકા અને ભારત બંનેમાં મોસ્ટ વોન્ટેડ છે. , 32 વર્ષીય ગુજરાતી પટેલ મેરીલેન્ડમાં એપ્રિલ 2015માં તેની પત્નીની હત્યા મામલે વોન્ટેડ છે. હવે તેનું નામ એફબીઆઈની દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ થઈ ગયું છે.
મૂળ વીરમગામના કાંત્રોડી ગામનો અને અમદાવાદના રાણીપમાં રહેતો ભદ્રેશ લગ્ન બાદ પત્ની સાથે અમેરિકા ગયો હતો. તેની પત્ની પલક અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હતી. અમેરિકામાં પલક અને ભદ્રેશ મેરીલેન્ડમાં એક બેકરી શોપમાં કામ કરતા હતા.
પટેલ પર 250,000 ડોલરનું ઈનામ FBIએ શુક્રવારે ભદ્રેશકુમાર પટેલની ધરપકડ તરફ દોરી જાય તેવી કોઈપણ માહિતી માટે 250,000 ડોલર સુધીના ઈનામની જાહેરાત કરી હતી. ટ્વિટર (અગાઉ ટ્વિટર) પરની એક પોસ્ટમાં, ફેડરલ એજન્સીએ લખ્યું- એફબીઆઈ દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુમાં સામેલ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલની માહિતી આપવા બદલ 250,000 ડોલર સુધીનું ઈનામ આપશે, જે 12 એપ્રિલ, 2015ના રોજ , મેરીલેન્ડના હેનોવરમાં એક શોપમાં કામ કરતા સમયે તેની પત્નીની કથિત રીતે હત્યા કરવા મામલે વોન્ટેડ છે.
પત્નીની હત્યા કરી ભદ્રેશ ફરાર
12 એપ્રિલ 2015ની તે રાત હતી, જ્યારે ભદ્રેશ તેની પત્ની પલક સાથે છેલ્લીવાર દેખાયો હતો. રવિવારે રાત્રે નવ વાગ્યા આસપાસ જે બેકરીમાં બંને કામ કરતા હતા ત્યાં જ તેઓ હાજર હતા. FBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, બંને ત્યારે નાઈટ શિફ્ટમાં કામ કરી રહ્યા હતા. તે વખતે ભદ્રેશ અને પલકને શોપમાં અંદરના ભાગે લઈ ગયો હતો. ત્યારબાદ માત્ર 40 જ સેકન્ડમાં ભદ્રેશ એકલો ત્યાંથી બહાર નીકળતો દેખાયો હતો. આ ઘટનાના થોડા સમય બાદ લોહીલૂહાણ હાલતમાં પલક પટેલની લાશ મળી હતી. જોકે, ભદ્રેશ પટેલનો ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો. સીસીટીવી ફુટેજ ચેક કરતા પોલીસને ખબર પડી ગઈ હતી કે પલક સાથે રહેલો તેનો પતિ જ તેની હત્યામાં સામેલ છે, પરંતુ પોલીસ કોર્યવાહી કરે ત્યાં સુધી તો ભદ્રેશ પટેલ ફરાર થઈ ગયો હતો.
અમેરિકામાં પલક અને ભદ્રેશ મેરીલેન્ડમાં એક બેકરી શોપમાં કામ કરતા હતા.
કોણ છે ભદ્રેશકુમાર પટેલ અને તેની સામે શું આરોપ છે?
2015માં, ભદ્રેશકુમાર પટેલે હેનોવર, મેરીલેન્ડમાં ડંકિન ડોનટ્સમાં કામ કરતી વખતે તેની પત્ની પલકની હત્યા કરી હતી. તેણે કથિત રીતે તેની પત્નીને દુકાનના પાછળના રૂમમાં છરીના અનેક ઘા મારી હુમલો કર્યો હતો, પત્નીની શરીર પર અનેક ઘા ની નિશાન હતા. નાઈટ શિફ્ટ દરમિયાન ગ્રાહકોની સામે બનેલી આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોમાં તે સમયે 24 વર્ષના ભદ્રેશકુમાર અને તે સમયે 21 વર્ષની તેમની પત્ની ગુમ થતા પહેલા રસોડામાં જતા જોવા મળ્યા હતા. શોપમાં કોઈ કર્મચારી ન દેખાતા ગ્રાહકોએ પોલીસને જાણ કરી અને પછીથી તેમને ખબર પડી કે પલકની હત્યા કરવામાં આવી છે. ત્યારથી ભદ્રેશકુમાર અનેક ગંભીર ગુનાઓનો સામનો કરી રહ્યો છે. તેની સામે હત્યા અને હુમલો તેમજ અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડવાના ઈરાદા સાથે ખતરનાક હથિયાર રાખવાના કેસ પણ છે.
ભદ્રેશ પલકને શોપમાં અંદરના ભાગે લઈ ગયો હતો. જ્યાં તેણે પલકની હત્યા કરી હતી.
ભદ્રેશકુમાર પટેલ અને તેમની પત્ની પલક વચ્ચે શું હતો વિવાદ?
પલક ભારત પરત ફરવા માંગતી હતી કારણ કે તેની હત્યાના એક મહિના પહેલા દંપતીના વિઝા પુરા થવાના હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પલક અમેરિકા આવવાની વિરુદ્ધ હતી, જ્યારે ભદ્રેશકુમાર ત્યાં જ રહેવા માંગતો હતો. જેના કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝગડો ચાલતો હતો.
ભદ્રેશકુમાર પટેલ એફબીઆઈની ટોપ ટેન યાદીમાં સામેલ છે
2015થી અમેરિકાની પોલીસ ભદ્રેશ કુમારને શોધી રહી છે
એપ્રિલ 2015માં, બાલ્ટીમોરમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે પટેલની ધરપકડ માટે વોરંટ જારી કર્યું કારણ કે તે કાર્યવાહીમાંથી ભાગી ગયો હતો. એફબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે પટેલ, જે છેલ્લે ન્યુજર્સીની એક હોટલથી નેવાર્ક ટ્રેન સ્ટેશન સુધી કેબમાં મુસાફરી કરતા દેખાયો હતો. તેને હથિયારધારી અને અત્યંત જોખમી માનવામાં આવે છે. FBI સ્પેશિયલ એજન્ટ ગોર્ડન બી. જ્હોન્સનના જણાવ્યા અનુસાર, ભદ્રેશકુમાર પટેલે એફબીઆઈની ટોપ ટેન યાદીમાં સામેલ છે કારણ કે તેણે અત્યંત હિંસક ગુનાઓ કર્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારા તપાસકર્તાઓના સતત પ્રયાસો અને જનતાની મદદથી, ભદ્રેશકુમાર પટેલને પકડવામાં આવશે. અમે ક્યારેય ભૂલીશું નહીં અને જ્યાં સુધી તેને પકડીને જેલમાં ધકેલવામાં નહીં આવે, ત્યાં સુધી અને શાંતિથી બેસીશું નહીં.”