Ahmedabad Crime: અમદાવાદમાં હત્યા, ચોરી અને લૂંટની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં બે શખસોએ નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર, કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ઊંટવાળી ચાલીમાં કિરણ ચૌહાણ સહિત બે શખ્સોએ ચાકુના ઘા મારી નીતિન પઢિયાર નામના યુવકની હત્યા કરી છે. પ્રાથમિક તપાસમાં પત્ની સાથેના પ્રેમ સંબંધમાં હત્યા થઈ હવાનું સામે આવ્યું છે. જો કે, આ સમગ્ર મામલે કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.