Vadodara Crime : વડોદરામાં ગોત્રી પાણીની ટાંકી પાસે રુદ્રાક્ષ કોમ્પલેક્ષમાં રહેતો પિયુષ જગદીશભાઈ રોહિત ગોત્રી પ્રાથમિક શાળા પાસે શાકભાજીની લારી ચલાવે છે. ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે મોડી રાત્રે હું તથા મારો ભાઈ વિકાસ અમારું મોપેડ લઇને સેવાસી ગામે ગયા હતા અને માળી મોહલ્લામાં એક બહેન પાસે ઊભા રહીએ પુછત્તા હતા. તે દરમિયાન અનિલ માળી તથા રાજુ માળી તથા સચિન માળી અમારી પાસે આવ્યા હતા અને કેમ આવ્યા છો તેમ કહી ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી હતી.
ત્યારબાદ મને માથાના ભાગે વાગતા ચક્કર આવી ગયા હતા. આ લોકો અમને વધુ મારશે તેના ડરથી અમે જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રે 12:30 વાગે અનિલ માળી અને સચિન માળી પાઇપ લઈને તથા રાજુલાલ માળી ધોકો લઈને મોપેડ પર આવ્યા હતા. અમને લાગ્યું કે આ લોકો અમને મારી નાખશે તેથી અમે ત્યાંથી ગોત્રી ગામ તળાવ તરફ ભાગી ગયા હતા. આ લોકોએ અમારો પીછો કરી મારા ભાઈ વિકાસને માથામાં પાઇપનો ફટકો મારી દેતા તે પડી ગયો હતો. હું છોડાવા વચ્ચે પડતા મને પણ ડાબા પગે ધોકો માર્યો હતો. આ લોકોને પાછળ-પાછળ લાલુ માળી રાકેશ માળી તથા બે મહિલાઓ આવી બેફામ ગાળો બોલી કહેવા લાગ્યા હતા કે પતાવી દો અમને ફરીથી સેવાસીમાં પગના મૂકે જેથી અમે બંને ભાઈઓ ત્યાંથી ભાગી ગયા હતા. મારા ભાઈને માથામાં 12 ટાંકા આવ્યા છે અને હાથે પગે ફેક્ચર થયું છે.